Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

મહિલાઓના શોષણનું મુખ્ય કારણ આર્થિક રીતે આત્મનિર્ભરતાનો અભાવઃ આનંદીબેન

દીકરા-દીકરીને સમાનતાથી ભણાવવા યુપીના રાજયપાલનો અનુરોધ

રાજકોટ તા. ર૪ :.. ઉત્તર પ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલે મહિલાઓના શોષણનું મુખ્ય કારણ આર્થિક રીતે આત્મનિર્ભર હોવાનો અભાવ હોવાનો મત વ્યકત કરી દીકરા-દીકરીઓને સમાન શિક્ષણની હિમાયત કરી છે.

લખનોમાં સંજય ગાંધી સંસ્થાન દ્વારા યોજાયેલ મહિલા સશકિતકરણ સપ્તાહ ઉજવણી નિમિતે આનંદીબેને વિડીયો સંદેશમાં જણાવેલ કે મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર અને રાજય સરકારોની પ્રતિબધ્ધતા હોવી જોઇએ. મહિલાઓનું શોષણ મોટાભાગે તે આર્થિક રીતે આત્મનિર્ભર ન હોવાથી થાય છે. દીકરા-દીકરીને સમાનરૂપે શિક્ષણ આપવુ જોઇએ.

અન્ય વકતાઓએ પણ મહિલા સશકિતકરણ માટે સંદેશ આપ્યો હતો.

(11:35 am IST)
  • રાજ્યમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની સંખ્યા ૨.૧૦ લાખ : ડેટાબેઝ તૈયાર કરવાની કાર્યવાહી : કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે વિડીયો કોન્ફોરન્સમાં આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ સરકારને આંકડા આપ્યા access_time 3:38 pm IST

  • ભારત 30મીએ વુહાન મોકલશે ફ્લાઇટ : વંદે ભારત મિશન અંતર્ગત ચીન જનાર એરઇન્ડિયાની હશે છઠી ઉડાન : ચીનના વુહાન શહેરમાં પહેલીવાર કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો : એરઇન્ડિયાની 30 ઓક્ટોબરે ઉડાંનું સંચાલન કરશે : બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસની જાહેરાત access_time 1:06 am IST

  • બેંગ્લોરમાં ૩ કલાકમાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો : બેંગ્લુરૂમાં ગઈકાલે ત્રણ કલાકમાં ૩ ઈંચ વરસાદ પડી જતા ચારે કોર પાણી ભરાયા હતા : રાજેશ્વરીનગરમાં રીટેઈનીંગ દિવાલ તૂટી પડતા નીચાણ વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાયા હતા access_time 3:03 pm IST