Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

૨૪ કલાકમાં ૬૫૦ મોતઃ ૫૩૩૭૦ કેસ

ભારતમાં કુલ કેસ ૭૮ લાખની ઉપર

નવી દિલ્હી, તા.૨૪: દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-૧૯ના કુલ મામલા ૭૮ લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા ૨૪ કલાકમાં ૫૩,૩૭૦ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૦ લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૭૮,૧૪,૬૮૨ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે અને અત્યાર સુધી ૧,૧૭,૯૫૬ લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને ૭૦,૧૬,૦૪૬ લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૬૭,૫૪૯ દર્દીઓ ઠીક થયા છે. જયારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા ૬,૮૦,૬૮૦એ પહોંચી છે. રિકવરી રેટ વધીને ૮૯.૫૨ ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૫૧ ટકા થયો છે.

કોરોનાનો દુનિયાભરમાં ફેલાયેલો છે. જેને લઇને અનેક લોકોનાં મોત નીપજયાં છે. હવે વૈજ્ઞાનિકો કહે છે કે રસી ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે, લોકો કોરોનાને ખતમ થવા માટે રસી માટે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તાજેતરમાં WHOએ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. WHO જણાવે છે કે કોરોના બે વર્ષ સુધી ખતમ થશે નહીં.

WHOના જણાવ્યા મુજબ વતા વર્ષના મધ્ય સુધીમાં, કોરોના રસી તૈયાર થઈ શકે છે પરંતુ શરૂઆતમાં એ મર્યાદિત પુરવઠો થશે, વૃદ્ઘો પછી, તે ફકત વધારે જોખમવાળા દર્દીઓ અને ફ્રન્ટલાઇન કામદારો માટે ઉપલબ્ધ રહેશે. આપણે સંપૂર્ણ વસ્તીને રસી આપવાની જરૂર છે. આપણે ઓછામાં ઓછા ભે વર્ષની જરૂર છે. કોરોના પર નિયંત્રણ રાખનારા દેશો પછી, તે દેશોમાં જવું પડશે જયાં વાઇરસ છે જેથી તેને મોટા પાયે ફેલાવવાથી રોકી શકાય.

છેલ્લા ૨૪ કલાકના દેશના  કોરોનાના કેસો

 . કેરળઃ ૮,૫૧૧

. મહારાષ્ટ્રઃ ૭,૩૪૭

.કર્ણાટકઃ ૫,૩૫૬

. પશ્ચિમ બંગાળઃ ૪,૧૪૩

. દિલ્હીઃ ૪,૦૮૬

.આંધ્રપ્રદેશઃ ૩,૭૬૫

. તમિલનાડુઃ ૩,૦૫૭

. બેંગ્લોરઃ ૨,૬૮૮

. છત્ત્।ીસગઢઃ ૨,૪૫૦

. ઉત્ત્।ર પ્રદેશઃ ૨,૨૯૮

. રાજસ્થાનઃ ૧,૮૧૫

. ઓડિશાઃ ૧,૭૯૩

. મુંબઇઃ ૧,૪૭૦

. તેલંગાણાઃ ૧,૪૨૧

. હરિયાણાઃ ૧,૨૭૦

. ગુજરાતઃ ૧,૧૧૨

. બિહારઃ ૧,૦૯૩

. પુણેઃ ૯૯૨

. મધ્યપ્રદેશઃ ૯૫૩

. ચેન્નાઈઃ ૮૪૪

. જમ્મુ-કાશ્મીરઃ ૫૮૬

. પંજાબઃ ૪૮૧

. ઝારખંડઃ ૪૩૫

. આસામઃ ૪૨૭

. જયપુરઃ ૩૩૯

. ઉત્ત્।રાખંડઃ ૨૮૮

. ગોવાઃ ૨૨૭

. હિમાચલ પ્રદેશઃ ૧૯૬

. પુડ્ડુચેરીઃ ૧૫૮

. મણિપુરઃ ૧૫૬

. નાગાલેન્ડઃ ૧૪૦

. મેઘાલયઃ ૮૧

. ચંડીગઢઃ ૭૨

.અરુણાચલ પ્રદેશઃ ૬૮

ભારતમાં કોરોના ઉડતી નજરે

નવા કેસઃ ૫૩,૩૭૦

નવા મૃત્યુઃ ૬૫૦

સાજા થયાઃ ૬૭,૫૪૯

પોઝિટિવિટી રેઈટઃ ૪.૨૦ %

કુલ કોરોના કેસઃ ૭૮,૧૪,૬૮૨

એકિટવ કેસઃ ૬,૮૦,૬૮૦

કુલ સાજા થયાઃ ૭૦,૧૬,૦૪૬

દેશમાં કુલ મૃત્યુઃ ૧,૧૭,૯૫૬

૨૪ કલાકમાં ટેસ્ટઃ  ૧૨,૬૯,૪૭૯

કુલ કોરોના ટેસ્ટઃ ૧૦,૧૩,૮૨,૫૬૪

૨૪ કલાકમાં વિશ્વમાં સૌથી વધુ કેસો અમેરિકામાં વિક્રમસર્જક નોંધાયા

અમેરીકાઃ ૮૧,૨૧૦ કેસ

ભારતઃ ૫૩,૩૭૦ કેસ

બ્રાઝીલઃ  ૨૩,૦૧૬ કેસ

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોના કેસ ધરાવતા ત્રણ દેશો

અમેરીકાઃ ૮૭,૪૬,૯૫૩

ભારતઃ  ૭૮,૧૪,૬૮૨

બ્રાઝીલઃ ૫૩,૫૫,૬૫૦

(3:15 pm IST)