Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

હાશ.. આજે ૩ મોતઃ ૨૦ કેસ

રાજકોટ શહેર - જીલ્લામાં કોરોનાના મૃત્યુ આંકમાં એકદમ ઘટાડો : કોવીડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૧૮૩૦ બેડ ખાલી : શહેરમાં કુલ ૮૧૪૯ કેસ નોંધાયાઃ રિકવરી રેટ ૯૦ ટકાએ પહોંચ્યો

રાજકોટ, તા.૨૪: શહેર- જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાનાં મૃત્ય ુઆંકમાં છેલ્લા સપ્તાહમાં એકમ ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે સૌથી ઓછા આજે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૩ દર્ર્દીનાં મોત થયા છે. સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઈકાલે ૬ મૃત્યુ પૈકી એક પણ મૃત્યુની નોંધ થઈ નથી.જયારે શહેરમાં બપોર સુધીમાં ૨૦ કેસ નોંધયા છે. 

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨૩ના સવારનાં ૮ વાગ્યા થી તા.૨૪ના સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જિલ્લાના ૩  દર્દીઓએ દમ તોડી દીધા હતો .

તંત્રનાં ચોપડે એક પણ મૃત્યુની નોંધ

જયારે  સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી છ પૈકી એક પણ મૃત્યુની નોંધ જાહેર થઇ નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૮૩૦ બેડ ખાલી છે.

બપોર સુધીમાં ૨૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૮૧૪૯  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૭૩૩૯ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૦.૨૮ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૨૩૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬૯  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૧૩  ટકા થયો  હતો. જયારે ૧૦૭ દર્દીઓને સાજા થયા હતા.  છેલ્લા  સાત મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૩,૨૦,૩૭૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૧૪૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ૨.૫૩ ટકા થયો છે.

(3:08 pm IST)