Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મારી પાછળ ED લગાડશો તો તમારી CD બહાર કાઢીશ : NCPમાં જોડાયા બાદ એકનાથ ખડસેની ભાજપને ધમકી

ખડસેએ કહ્યું મને જણાવવામાં આવ્યું કે જો હું પાર્ટી બદલીશ તો તેઓ ઈડીને મારી પાછળ લગાવી દેશે

 

મુંબઈ : ભાજપમાંથી રાજીનામું આપનારા મહારાષ્ટ સરકારનાં પૂર્વ મંત્રી એકનાથ ખડસે NCP માં જોડાઇ ગયા છે  ખડસેએ પાર્ટી પ્રમુખ શરદ પવારની ઉપસ્થિતિમાં એનસીપીનો હાથ પકડ્યો છે. એનસીપી સાથે જોડાયા બાદ એકનાથ ખડસે દ્વારા ભાજપ પર જોરદાર તીખા પ્રહારો કર્યા હતા અને ખડસે દ્વારા ભાજપને રીતસરની ધમકી આપી દેવાઈ છે કે  જો મારી(ખડસેને)ની પાછળ ED મોલવામાં આવશે, તો હું તમારી CD તમારી સામે મુકીશ. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસેએ વધુમાં કહ્યું કે, બીજેપીમાં મારે અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું. હું ક્યારેય પાછો નથી હટતો. પૂર્વે મારા પર આરોપ લગાવવા માટે કેટલીક મહિલાઓનો સાથ લેવામાં આવ્યો હતો, હું બધુ જાણુ છું

એકનાથ ખડસેએ કહ્યું કે, મને જણાવવામાં આવ્યું કે જો હું પાર્ટી બદલીશ તો તેઓ ઈડીને મારી પાછળ લગાવી દેશે. મે કહ્યું જો તમે મારી પાછળ ઈડી લગાવશો તો હું તમારી સીડી (CD) ચલાવીશ. બીજેપીથી નારાજ ખડસેએ કહ્યું કે, 40 વર્ષ સુધી ભાજપની સેવા કરવા છતા મને જે મળ્યું એસીબીની પૂછપરછ અને છેડતીનો કેસ કહી શકાય.

ખડસેએ વધુમાં કહ્યું કે, દિલ્હીમાં મારા કેટલાક દિગ્ગજ અને પીઢ નેતાઓએ મને એનસીપીમાં જોડાવાની સલાહ આપી હતી. ખડસેએ નામ આપ્યા વગર કહ્યું કે, બીજેપીમાં અનેક બીજા વરિષ્ઠ નેતા પણ છે જે બોલવા ઇચ્છે છે, પરંતુ તેઓ બોલી શકતા નથી. હાલ મારે જમીન કૌભાંડના આરોપોનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ હવે હું સામે લાવીશ કે કેટલાક લોકોએ કેટલી ભૂમિનું અધિગ્રહણ કર્યું છે. બસ, થોડીક રાહ જુઓ.

(12:18 am IST)
  • આર્મેનીયા-અઝરબૈજાન જંગમાં ૫ હજાર મોતઃ વિશ્વ ઉપર યુદ્ઘનું મોટું જોખમઃ અમેરિકા યુદ્ઘ સમાપ્તિ માટે કાર્યરત : આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલી રહેલા યુદ્ઘને સમાપ્ત કરવા માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બંને દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી, જેથી સમાધાનને શકય બનાવી શકાય. જો કે, તેઓ સફળ થાય તેવી આશા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. access_time 3:04 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 53,934 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,13,667 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,80,881 થયા:વધુ 66,994 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,13,569 રિકવર થયા : વધુ 655 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,17,992 થયો: રિકવરી રેઈટ 90 ટકાની નજીક પહોંચ્યો access_time 1:00 am IST

  • ' આલે....લે " : ઉત્તર પ્રદેશમાં 1 કરોડ 9 લાખ ગ્રાહકો એવા છે કે જેમણે ક્યારેય વીજળીનું બિલ ભર્યું જ નથી : આ ગ્રાહકો પૈકી 96 ટકા ગ્રામ્ય વિસ્તારના છે જેમની પાસે અધધ...68 હજાર કરોડ રૂપિયા લેવાના બાકી છે : યુ .પી.પાવર કોર્પોરેશન લિમિટેડના ચેરમેને ટ્વીટર ઉપર આપી માહિતી access_time 1:33 pm IST