Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

છેલ્લા સાત માસથી લાદવામાં આવેલા લોકડાઉને પ્રજાની કેડ ભાંગી નાખી : આર્થિક ,સામાજિક ,તેમજ ધાર્મિક હક્કો છીનવાઈ ગયા : કેલિફોર્નિયા ગવર્નર વિરુદ્ધ ઇન્ડિયન અમેરિકન શ્રી રાકેશ ટંડને દાવો દાખલ કર્યો

કેલિફોર્નિયા : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ ઉમેદવાર શ્રી રાકેશ ટંડને કેલિફોર્નિયા ગવર્નર વિરુદ્ધ દાવો દાખલ કર્યો છે.જેમાં જણાવાયા મુજબ છેલ્લા સાત માસથી લોકડાઉન લાદી દેવાયું છે.જેના કારણે પ્રજાની કેડ  ભાંગી ગઈ છે.નાના ઉદ્યોગ સાહસિકો ,તેમજ વ્યાપારીઓની રોજી રોટી છીનવાઈ ગઈ છે.તેમજ પ્રજાને બંધારણ મુજબ મળવા જોઈતા આર્થિક ,સામાજિક ,તેમજ ધાર્મિક હક્કો છીનવાઈ ગયા છે.
કોવિદ -19 ના નિયમોના પાલન સાથે વ્યાપાર ધંધા કરવાની છૂટ આપવી જોઈતી હતી.જે ન આપવાથી લોકડાઉનને કારણે  લોકો એકબીજાનો સંપર્ક પણ કરી શક્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે શ્રી ટંડન કેલિફોર્નિયાના 17 માં કોંગ્રેશનલ ડિસ્ટ્રીક્ટમાંથી ચૂંટણી લડી રહ્યા છે.જ્યાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્ના ડેમોક્રેટ ઉમેદવાર છે.આ વિસ્તારમાં તેઓ લોકડાઉનને કારણે ચૂંટણી પ્રચાર કરી શક્યા નથી.

(6:30 pm IST)