Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

NX મીડિયા કેસ: ચિદમ્બરમની જામીન અરજી પર ઇડીને હાઈકોર્ટની નોટિસ: 4થી નવેમ્બરે સુનાવણી

હાઈકોર્ટે ઈડીને સાત દિવસની અંદર પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે INX મીડિયા મામલામાં જેલમાં દિવસો પસાર કરી રહેલાં કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની જામીન અરજી પર EDને નોટિસ રજૂ કરી છે. હાઈકોર્ટે ઈડીને સાત દિવસની અંદર પોતાનો જવાબ દાખલ કરવા માટે કહ્યુ છે અને આ મામલે આગામી સુનાવણી ચાર નવેમ્બરે કરવામાં આવશે.

   પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે  દિલ્હી હાઈકોર્ટમાં જમાનત અરજી દાખલ કરી હતી. તેની પહેલાં INX મીડિયાએ CBI તપાસ વાળા મામલામાં ચિદમ્બરમને મંગળવારે જામીન મળી ગયા હતા. જોકે, ઈડીની તપાસનાં મામલામાં તેમને જામીન ન મળવાને કારણે તેઓ જેલમાંથી બહાર આવી શક્યા નથી.

(9:15 pm IST)