Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

હરિયાણાના ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાએ પરિણામ પહેલા હાઇકમાન્ડને રાજીનામું આપ્યું

ખરાબ પ્રદર્શનને લઈને અમિતભાઈ શાહે સુભાષ બરાલાને ફટકાર લગાવી હતી.

નવી દિલ્હી : હરિયાણામાં સંકટમાં આવી ગયેલી ભાજપ સામે અમિતભાઈ  શાહે લાલ આંખ કરી છે. હરિયાણાના બીજેપી અધ્યક્ષ સુભાષ બરાલાએ રાજીનામું આપી દીધું છે. ટોહનામાં મળેલી હાર બાદ અને પાર્ટીને જોઈએ તેવું પરિણામ ન મળતા સુભાષ બરાલાએ હાઈકમાન્ડને રાજીનામું સોંપ્યું છે. આ પહેલા પાર્ટીના ખરાબ પ્રદર્શનને લઈને અમિત ભાઈ શાહે સુભાષ બરાલાને ફટકાર લગાવી હતી

(1:57 pm IST)