Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

કોંગ્રેસના નાણાકીય વ્યવહારોની ઈડીએ તપાસ કરતા ચકચાર

અધિકારીઓએ કર્મચારીઓની પૂછતાછ કરતા ખળભળાટ

નવી દિલ્હી, તા. ૨૪ :. કોંગ્રેસના નાણાકીય વ્યવહારોની તપાસ ઈડીના એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરાતા કોંગ્રેસની મુસીબત વધી છે. ચારેક દિવસ પહેલા ઈડીના અધિકારીઓએ કોંગ્રેસ દફતરના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી હતી.

મોદી સરકાર કેન્દ્રમાં ફરી સત્તા પર આવતા કોંગ્રેસની મુસીબત વધી છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથને લઈને અનેકવિધ ચર્ચાઓ થઈ રહી છે.

કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યક્ષ અહેમદભાઈ પટેલ છે ત્યારે ઈડીના એકાઉન્ટ વિભાગે ગતિવિધિ તેજ કરી છે, ત્યારે ઈડીના ભવિષ્યના પગલા અંગે ચર્ચાએ જોર પકડયુ છે.(૨-૨)

(11:42 am IST)