Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

યુ.એસ.ના રિચમન્ડમાં નેપાળી એશોશિએશન ઓફ હયુસ્ટનના ઉપક્રમે દશેરા ઉત્સવ ઉજવાયોઃ નવનિર્મિત પશુપતિનાથ મંદિરમાં ક્રિશ્ના,રાધા,તથા દુર્ગાદેવી તેમજ ગણેશજીની મૂર્તિ પધરાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી

ટેકસાસઃ યુ.એસ.ના ટેકસાસમાં આવેલા સાઉથ વેસ્ટ ફોર્ટ બેન્ડ કાઉન્ટી, રીચમન્ડમાં વસતા નેપાળી પ્રજાજનો દ્વારા નવનિર્મિત પશુપતિનાથ મંદિરમાં ૧૪ ઓકટો. ૨૦૧૮ના રોજ ૩ દેવીઓ ક્રિશ્ના તથા રાધા, અને દુર્ગા તેમજ ગણેશની સ્થાપના કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

આ તકે સ્પેશીઅલ ગેસ્ટ તરીકે યુ.એસ. કોંગ્રેસના રરમા ડીસ્ટ્રીકટના ડેમોક્રેટીક ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન શ્રી પ્રેસ્ટોન કુલકર્ણીએ હાજરી આપી હતી.

નેપાળી એશોશિએશન ઓફ હયુસ્ટનના ઉપક્રમે આ પ્રસંગે દશેરા ઉત્સવની ઉજવણી કરાઇ હતી. હયુસ્ટનમાં સ્ટુડન્ટસ, પ્રોફેશ્નલ્સ, તથા બિઝનેસમેન તરીકે કાર્યરત તેવા પ હજાર જેટલા નેપાળી પ્રજાજનો વસે છે. જેઓ આ પશુપતિનાથ મંદિરમાં વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો ઉજવે છે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:29 pm IST)