Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

'હેલ્થ સમીટ': યુ.એસ.માં ૨૭ ઓકટો.-૨૦૧૮ના રોજ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્ક તથા GOPIO ઇન્ટરનેશનલના સંયુકત ઉપક્રમે કરાયેલું આયોજન

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, ન્યુયોર્ક તથા ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇિ/ન્ડયન ઓરીજીન (GOPIO) ઇન્ટરનેશનલ હેલ્થ કાઉન્સીલના સંયુકત ઉપક્રમે ૨૭ ઓકટો. ૨૦૧૮ શનિવારના રોજ હેલ્થ સમિટ ફોર ઇન્ડિયન ડાયેસ્પોરાનું આયોજન કરાયું છે.

કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ૩ ઇસ્ટ, ૬૪ મી સ્ટ્રીટ, ન્યુયોર્ક મુકામે યોજાનારી હેલ્થ સમિટનો સમય સવારે ૧૦ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધીનો રહેશે.

તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે. પરંતુ લીમીટેડ સીટ હોવાથી ૨૨ ઓકટો. સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૃરી છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે.

સમિટમાં ત્રિસ્ટેટના નામાંકીત વકતાઓ તથા સ્પેશીયાલીસ્ટ્સ દ્વારા ઉદ્બોધન તથા રજુઆતો કરાશે. પેનલ ડિસ્કશન થશે. જે અંતર્ગત ડાયાબિટીસ, કાર્ડિયોવેસ્કયુલર, ડીસઓર્ડર્સ, ઓરલ હેલ્થ, ઇમોશ્નલ હેલ્થ, સકસેલફુલ એજીંગ, લાઇફ સ્ટાઇલ, જોઇન્ટ ડીસઓર્ડર્સ, મેડીકેશન મેનેજમેન્ટ, અલ્ટરનેટીવ મેડિસીન, મેડીટેશન, શ્વાચ્છોશ્વાસ પ્રક્રિયા, એકસરસાઇઝ દ્વારા તનાવમાં ઘટાડો, આર્ટ ઓફ લીવીંગ સહિતના વિષયોનો સમાવેશ થશે. તમામ માટે લંચની વ્યવસ્થા કરાઇ છે.

સમિટના ચીફ ગેસ્ટ તથા યજમાન તરીકે ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી હાજર રહેશે. સમિટનું ઉદ્ઘાટન GOPIO ઇન્ટરનેશનલ ચેરમેન ડો. થોમસ અબ્રાહમ તથા ઇન્ટરનેશનલ હેલ્થચેર ડો. તુષાર પટેલ, કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી કરશે. જે અંતર્ગત મુખ્ય વકતા તરીકે શ્રી રાહુલ શુકલા તથા ગેસ્ટ સ્પીકર તરીકે શ્રી હિતેશ ભટ્ટ ઉદ્બોધન કરશે.

જુદા જુદા વિષયો ઉપર થનારી ચર્ચાઓ તથા રજુઆતો તથા પેનલ ડીસ્કશનમાં અગ્રણી નામાંકિત સર્જનો ભાગ લેશે. અંતમાં GOPIO પૂર્વ પ્રેસિડન્ટ શ્રી અશોક રામાશરણને એવોર્ડ આપી આભાર દર્શન  સાથે સમીટ પૂર્ણ થશે.

વિશેષ માહિતી માટે ડો. થોમસ અબ્રાહમ ૨૦૩-૩૨૯-૮૦૧૦, ડો. રાજીવ મહેતા ૭૩૨-૯૮૬-૨૫૮૪, ડો. તુષાર પટેલ ૮૪૮-૩૯૧-૦૪૯૯, શ્રી દિનેશ મિતલ ૯૦૮-૭૦૫-૬૩૮૫, શ્રી રામ ગઢવી ૯૭૩-૬૯૯-૮૫૮૨ અથવા શ્રી લાલ મોટવાણીનો કોન્ટેકટ નં. ૫૧૬-૫૮૧-૩૩૩૨ દ્વારા સંપર્ક સાધવા શ્રી તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

 

(9:26 pm IST)