Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મોદી સરકારની દિવાળી ભેટ : આશાવર્કરોને મુસાફરી ભથ્થું 5000થી વધારી 6000 કરાયું

આયુષ્માન ભારત યોજનાનો ફાયદો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા નિર્ણય

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે આશા વર્કરોને અપાતું મુસાફરી ભથ્થું માસિક 5000 રૂપિયાથી વધારી 6000 રૂપિયા કરી દીધુ છે આયુષ્માન ભારત યોજનાનો ફાયદો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે નિર્ણય લેવાયો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની આગેવાનીમાં યોજાયેલી સીસીઈએની બેઠકમાં આ મંજૂરી મળી છે.

     અત્રે ઉલ્લેખનીય છે કે આશાવર્કરો દર મહિને લગભગ 20 મુલાકાત કરે છે.જે મુજબ આશા વર્કરોને અત્યાર સુધી માસિક 5000 રૂપિયા ભથ્થા તરીકે અપાતા હતાં, જે ઓક્ટોબર 2018થી 1000 રૂપિયા વધી 6000 રૂપિયા થઈ જશે.

(8:30 pm IST)