Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ઇબી-૫ વીઝા પ્રોગ્રામમાં ભારતીય બીજા ક્રમાંક પર

અમેરિકા જનારામાં ૨૦ ટકા ગુજરાતીઓ : દેશમાં ઇબી-૫ ઓફિસ શરૂ કરી ભંડોળ એકત્ર કરનાર એવીજી અમેરિકા દ્વારા લોકોને કાયમી સ્થાયી થવા તકો

અમદાવાદ,તા.૨૪ : ભારતમાં ડોલર મિલિયનર્સની સંખ્યા ગત વર્ષના સાડા ત્રણ લાખની સામે ૧૮ ટકા વધી છે. અમેરિકાનું સ્થાયી અર્થતંત્ર, ગુણવત્તાયુકત શિક્ષણ, ઉચ્ચ જીવનશૈલી અને નોકરીની ઉજળી તકોને લઇ અમેરિકા વસવાટ કરવા ઇચ્છતા અને કાયમી રીતે ત્યાં સ્થાયી થવા ઇચ્છતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધ્યો છે. જો કે, અમેરિકા જવા માટે એચ૧બીનો વિકલ્પ હવે એટલો સરળ કે યોગ્ય રહ્યો નથી અને તેથી લોકો હવે ઇબી-૫ વીઝા પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં વસવાટ કે સ્થાયી થવા તરફ વળ્યા છે. ઇબી-૫ વીઝા પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં વસવાટ કરવા માંગતા અન્ય દેશોના નાગરિકોમાં ભારતીયો બીજા ક્રમે આવે છે. એટલે કે, ૨૦૧૭ના નાણાંકયી વર્ષમાં ઇબી-૫ હેઠળ ૫૮૭ અરજી કરનાર અરજદારો સાથે ભારતનો બીજો ક્રમાંક છે. ચાલુ વર્ષે પણ ભારતીય અરજદારોનો ઇબી-૫નો આંક ૮૦૦થી ૯૦૦ સુધી પહોંચે તેવો અંદાજ છે ત્યારે ભારતમાં ઇબી-૫ની ઓફિસ શરૂ કરી ભંડોળ એકત્ર કરનાર એવીજી અમેરિકા ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા ભારતીયોને અમેરિકામાં કાયમી સ્થાયી થવાની ઉમદા તક રહેલી છે તેમ એવીજી અમેરિકા ઇન્વેસ્ટમેન્ટ્સના સ્થાપક વિક્રમ આદિત્યકુમારે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તા.૭મી ડિસેમ્બર પછી અમેરિકાનો ઇબી-૫ વીઝા માર્ગ મુશ્કેલ થવાની શકયતા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ વહીવટીતંત્રએ ઇબી-૫ વીઝાની અંતિમ તારીખ તા.૭મી ડિસેમ્બર,૨૦૧૮ સુધી લંબાવવાની જાહેરાત બાદ આ સમય પછી વીઝા મેળવવા માટેના રોકાણની રકમમાં પણ વધારો થવાની શકયા છે ત્યારે યુએસના વીઝા મેળવવા ઉત્સુક રોકાણકારો માટે ઇબી-૫ની અરજી ભરવાની આ શ્રેષ્ઠ તક છે. અમેરિકા જવાનું સપનું પૂર્ણ કરવા ભારતીયો, મોટાભાગે ગુજરાતીઓ સામે આવતાં તમામ અવરોધો પાર કરવા માટે જાણીતા છે. ભારતી ઇમીગ્રન્ટસ ખાસ કરીને ગુજરાતીઓએ સને ૧૯૪૦માં ત્યાં શરૂ કરેલી હોસ્પિટાલિટી ઇન્ડ્સ્ટ્રી વર્તમાનમાં એક સામ્રાજયમાં ફેરવાઇ ગઇ છે. પાંચ હજાર યુએસ ડોલર સહિતના ખર્ચમાં કોઇપણ ભારતીય ઇબી-૫ વીઝા હેઠળ અમેરિકામાં કાયમી વસવાટ અને ગ્રીનકાર્ડ સહિતના અનેકિવધ લાભ મેળવી શકે છે. પાંચ વર્ષ બાદ તેઓને આ રકમ પરત કરવામાં આવે છે. ભારતીયો માટે જીવનમાં અમેરિકા સ્થાયી થવાની ઉત્તમ તક એવીજી અમેરિકા ઇન્વેસ્ટમેન્ટસ તેના નિષ્ણાત તજજ્ઞો અને વિશ્વસનીય ટીમ સાથે આપી રહી છે. આ પ્રસંગે યુએસના કોંગ્રેસમેન અને એવીજીના સહસ્થાપક એરોન શોકે જણાવ્યું હતું કે, અમેરિકામાં કાયમી વસવાટ અને સ્થાયી થવા માટે ઇબી-૫ના અરજદારોમાં ભારતનો બીજો ક્રમાંક છે. એ પછી ચીન, વિયેટનામ અને દક્ષિણ કોરિયાનો નંબર છે. ભારતીય અરજદારોની વાત કરીએ તો, ૨૦૧૩માં ઇબી-૫ વીઝાની અરજી કરનારા ૮૬, ૨૦૧૪માં ૯૯, ૨૦૧૫માં ૨૩૭, ૨૦૧૬માં ૩૪૮ અને ૨૦૧૭માં ૫૦૦થી વધુ ભારતીયો હતા, તેથી ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ અમેરિકા જનારા ભારતીયોની સંખ્યા દર વર્ષે નોંધપાત્ર રીતે વધી રહી છે.  તેમણે એ બાબતે પણ ધ્યાન દોર્યું કે, એચ૧બી વીઝાનો માર્ગ મુશ્કેલ બન્યો હોઇ તેમ જ તા.૭મી ડિસેમ્બર પછી ઇબી-૫ વીઝા મેળવવાના રોકાણની રકમમાં વધારો થવાના એંધાણ હોવાથી ભારતીયોએ હાલની તક ઝડપી લેવી જોઇએ અને એવીજી અમેરિકા ઇન્વેસ્ટેેન્ટ્સ તેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. ઉલ્લેખનીય છે કે, એવીજી ગ્રુપની સ્થાપના સને ૧૯૭૫માં મૂળ પંજાબના વતની અને ગોલ્ડમેડાલીસ્ટ શલભકુમારે કરી હતી. જેઓ છેલ્લા પાંચ દાયકાથી અમેરિકન એન્જિનીયરીંગમાં ટોચનું સ્થાન શોભાવે છે. તેમનો પરિવાર ભારતીય-અમેરિકન સમર્થક અને અમેરિકન રિપપ્લીકન પાર્ટીના દાતા છે. ટ્રમ્પ સરકારના અબ કી બાર, ટ્રમ્પ સરકારના કેમ્પેઇન નિર્માણમાં તેમનું બહુમૂલ્ય યોગદાન રહ્યું હતું.

(8:27 pm IST)