Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કેરળના સબરીમાલામાં મહિલાના પ્રવેશ માટે લડત આપતી BSNLની કર્મચારી રેહાના ફાતિમાની બદલી

મુસ્લિમ સમુદાયમાંથી હકાલપટ્ટી બાદ બીએસએનએલ કાર્યાલય સુધી માર્ચ કરીને બરતરફીની માંગ કરાઈ હતી

કેરળના સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન માટે મહિલાઓના પ્રવેશની મંજૂરીના પ્રયત્નો કરતી BSNLની કર્મચારી રેહાના ફાતિમાની બદલી કરાઈ છે રેહાના ફાતિમાને કોચ્ચિના પલારીવત્તોમ ટેલિફોન એક્સચેન્જમાં બદલી આપી છે સ્થાનિક બોટ જેટી શાખામાં ગ્રાહક સુવિધા યુનિટમાં ટેક્નિશિયન તરીકે કામ કરનારી ફાતિમાની પલારીવત્તોમ ટેલિફોન એક્સચેન્જમાં બદલી કરવામાં આવી છે

 આ એક્સચેન્જમાં ફાતિમાને જનસંપર્કનું કામ કરવાનું નથી.ફાતિમાએ ફરજમાં કોઈ બેદરકારી દાખવી નથી. સબરીમાલા કર્મ સમિતિએ પલારીવત્તોમના BSNL કાર્યાલય સુધી વિરોધ માર્ચ કરીને ફાતિમાની બરતરફીની માગણી કરી હતી. કેરળ મુસ્લિમ જમાત કાઉન્સિલે લાખો હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના કારણ હેઠળ ફાતિમાની મુસ્લિમ સમુદાયમાંથી હકાલપટ્ટી કરી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે રેહાના ફાતિમા વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપમાં કેરળમાં કેસ કરાયો છે રેહાનાએ કડક પોલીસ સુરક્ષા વચ્ચે સબરીમાલા મંદિરમાં પ્રવેશની નિષ્ફલ કોશિશ કરી હતી. તેની સાથે આંધ્રપ્રદેશની એક મહિલા પત્રકાર પણ સામેલ હતી.

 

(7:21 pm IST)