Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

અેરલાઇન ઇન્ડિગો દ્વારા ઓછી કિંમતે હવાઇ મુસાફરીઃ દિવાળી સ્પેશ્યલ ઓફરનો પ્રારંભ

મુંબઈ: જો તમે આગામી 6 મહિનામાં ફ્લાઈટમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા હો તો તમારી પાસે ઓછી કિંમતમાં ટિકિટ ખરીદવાની તક છે. ઓછી કિંમતે હવાઈ મુસાફરી કરાવતી એરલાઈન ઈંડિગોએ બુધવારે દિવાળી સ્પેશિયલ સેલની શરૂઆત કરી છે.

24-26 ઓક્ટોબર સુધીમાં બુક કરો ટિકિટ

દિવાળી સેલ અંતર્ગત તમે 64 સ્થળોએ જવા માટે ટિકિટ બુક કરાવી શકો છો. તમામ ટેક્સ સાથે ટિકિટની શરૂઆતની કિંમત 899 રૂપિયા છે. આ ઓફર 24 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર 2018 સુધી છે. દિવાળી સ્પેશિયલ સેલ અંતર્ગત 10 લાખ સીટ માટે ટિકિટ બુકિંગ થશે. આ દિવસો દરમિયાન ટિકિટ બુક કરાવ્યા બાદ 8 નવેમ્બર 2018થી 15 એપ્રિલ 2019 સુધી મુસાફરી કરી શકશો.

એરલાઈનની વેબસાઈટ પરથી બુકિંગ કરી શકાશે

ઈંડિગોના ચીફ કમર્શિયલ ઓફિસર વિલિયમ બોલ્ટરે કહ્યું કે, “24થી 26 ઓક્ટોબર દરમિયાન અમે અમારા નેટવર્ક પર ફેસ્ટિવલ સેલની જાહેરાત કરતાં ખુશી થાય છે. અમને વિશ્વાસ છે કે ગ્રાહકો 899 રૂપિયા સુધીની સસ્તી ટિકિટ બુક કરાવશે.” ટિકિટ બુકિંગ એરલાઈનની વેબસાઈટ અને ટ્રાવેલ પોર્ટલ્સ પરથી કરી શકાય છે.

(5:25 pm IST)