Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

રજા પર મોકલવાથી નારાજ સીબીઆઇના વડા સુપ્રીમમાં : ૨૬ ઓકટોબરે સુનાવણી

વર્માએ કેન્દ્ર સરકારના નિર્ણયને પડકાર્યો

નવી દિલ્હી તા. ૨૪ : સીબીઆઇ વિ. સીબીઆઇનો મામલો રોકવાનું નામ લઇ રહ્યો નથી. રજા પર મોકલવાથી નારાજ દેશની આ શીર્ષ એજન્સીના નિર્દેશક આલોક વર્મા હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. હાઇકોર્ટે સીબીઆઇ નિર્દેશક આલોકકુમાર વર્માની અરજી પર ૨૬ ઓકટોબરે સુનાવણી કરવા પર સંમત થયા છે. વર્માએ ખુદને રજા પર મોકલવાના કેન્દ્રના નિર્ણયને પડકાર્યો છે.

પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ એસ.કે.કૌલ અને ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફની પીઠે વર્માની આ દલીલ પર વિચાર કર્યો કે કેન્દ્ર દ્વારા તેમને રજા પર મોકલવાના નિર્ણય વિરૂધ્ધ દાખલ કરેલી અરજી પર તાત્કાલીક ધોરણે સુનાવણી કરવાની જરૂરીયાત છે. સીબીઆઇ નિર્દેશક વર્માએ સંયુકત નિર્દેશક એમ નાગેશ્વર રાવને તપાસ એજન્સીના અંતરિમ પ્રમુખ નિયુકત કરવાના નિર્ણયને પડકાર્યો છે.

કેન્દ્ર સરકારે સીબીઆઇ નિર્દેશક વર્મા અને વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલા વિવાદને ગંભીરતાથી લીધો અને બંને અધિકારીઓને રજા પર જવાનો આદેશ આપ્યો.(૨૧.૨૪)

(3:34 pm IST)