Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વંદેમાતરમ્ ગાનારા દેશવિરોધી : આંબેડકરના પૌત્રનું વિવાદાસ્પદ નિવેદન

જન ગણ મન રાષ્ટ્રગાન છે, વંદેમાતરમ્ નહી જે સત્તાવાર રાષ્ટ્રગાન છે તો અન્ય કોઇ ગીતની જરૂરીયાત કેમ છેઃ રાષ્ટ્રગાન છે તો રાષ્ટ્રગીતની શું જરૂરીયાત

નવી દિલ્હી તા. ૨૪ : ભારતીય બંધારણના નિર્માતા ડો.બી.આર આંબેડકરના પૌત્ર અને ભારિપા બહુજન મહાસંઘ (BBM)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે દેશના રાષ્ટ્રીય ગીત વંદે માતરમને લઇને મોટું નિદેવન આપ્યું છે.

પ્રકાશ આંબેડકરે કહ્યું કે તેઓ વંદે માતરમ ગાશે નહીં. તેમણે સવાલ કર્યો કે જો હું 'જન ગણ મન' ગાઇશ તો ભારત વિરોધી થઇ જઇશ અને વંદે માતરમ ગાવવાથી શું હું સાચો ભારતીય બની જઇશ? મંગળવાર (૨૩ ઓકટોબર)ના એક કાર્યક્રમને સંબોધિત કરતા આંબેડકરે કહ્યું કે જયારે દેશમાં પહેલાથી જ રાષ્ટ્રગાન છે તો દેશને રાષ્ટ્રીય ગીત એટલે કે વંદે માતરમની શું જરૂરીયાત છે.

વધુમાં પ્રકાશ આંબેડકરે કહ્યું કે, જન ગણ મન રાષ્ટ્રગાન છે ના કે વંદે માતરમ. જે સત્ત્।ાવાર રાષ્ટ્રગાન છે તો અમારે અન્ય કોઇ ગીતની જરૂરીયાત કેમ છે.

પ્રકાશ આંબેડકરે કહ્યું કે રાષ્ટ્રગાન ગાતા લોકો રાષ્ટ્રવાદી કહેવાય છે, પરંતુ જો કોઇ વંદે માતરમ નથી ગાતું તો તે ગદ્દાર કેવી રીતે હોઇ શકે છે. તેમણે પુછ્યુ કે વંદે માતરમ નહીં ગાનારાને દેશ વિરોધી પ્રમાણ પત્ર આપનાર કોણ શખ્સ છે? ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તમે આ પ્રકારના સર્ટિફિકેટ્સ (નેશનલ-એન્ટી નેશનલ) આપનાર કોણ છો. હું તે લોકો પર એન્ટી-ઇન્ડિયા હોવાનો આરોપ લગાવું છું જે લોકો વંદે માતરમ ગીત ગાય છે.(૨૧.૨૨)

(3:32 pm IST)