Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કામેચ્છા સંતોષવા વ્યકિતએ બેરિંગમાં પેનિસ નાખી દીધું : પછી થઇ જોવા જેવી

બે અઠવાડિયા સુધી બેરિંગ પેનિસમાં ફસાયેલું રહ્યું

નવી દિલ્હી તા. ૨૪ : તીવ્ર કામેચ્છામાં અંધ બનેલી વ્યકિત કયારેક ભાન ભૂલીને ન કરવાનું કરી બેસે છે અને પછી તેને પછતાવવું પડે છે. ઘણીવાર તમે વ્યકિતની પ્રાઈવેટ પાર્ટ અને ગુદામાં કેટલીક વસ્તુઓ ફસાઈ જવાની ઘટનાઓ સાંભળી હશે. હવે એક એવી ઘટના સામે આવી છે જેમાં વ્યકિતના પેનિસમાં બેરિંગ ફસાઈ જવાની ઘટના બની છે.

પેનિસમાં ફસાયેલી બેરિંગ સાથે આ ૩૩ વર્ષિય વ્યકિત બે અઠવાડિયા સુધી આમથી તેમ ફરે છે અને છેવટે ખૂબ દુખાવો થતા ડોકટર પાસે જાય છે. જયારે ડોકટરે તેનું ચેકઅપ કર્યું તો બેરિંગના કારણે પેનિસ પરથી સ્કીન નીકળી રહી હતી. બેરિંગના કારણે પેનિસમાં લોહીનું પરિભ્રમણ અટકી જવાના કારણે તેને સડો થવાની પણ ખૂબ સંભાવના હતી. આ કારણે ડોકટતે તાત્કાલિક કોઈ નિર્ણય લેવાનો હતો.

પેનિસમાં ફસાયેલી બેરિંગને કાઢવા માટે ડોકટર્સે સર્જિકલ વાયરથી લઈને પેનિસનો સોજો ઘટાડવા સુધીના પ્રયત્નો અજમાવી જોયા. તેમ છતાં બેરિંગ ન નીકળી પરિણામે ડોકટર્સને ઈલેકિટ્રક માર્બલ કટિંગ ટૂલનો ઉપયોગ કરવો પડ્યો. કટિંગ સમયે ટૂલને ઠંડું રાખવા માટે પણ ઉપાય કરવામાં આવ્યો. છેવટે ૧૫ મિનિટ બાદ બેરિંગને પેનિસમાંથી કાઢવામાં આવી.

પેશન્ટના પેનિસમાંથી બેરિંગ કાઢ્યાના બે અઠવાડિયા બાદ તેને ઈરેકશન તો થયું પરંતુ તેના યુરેટસ અને ટેસ્ટીકલ વચ્ચેનો ભાગ ખૂલી ગયો છે. હાલમાં તેની આ પ્રોબ્લેમને દૂર કરવા માટે ડોકટર્સ તેનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે.(૨૧.૨૦)

(1:47 pm IST)