Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

૧૫ કરોડ રૂપિયા છે ફી

મુકેશ અંબાણીની દીકરીના લગ્નમાં આ પોપ સ્ટાર બિયોન્સ કરશે પરફોર્મ

નવી દિલ્હી તા. ૨૪ : દેશના સૌથી અમીર વ્યકિત મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન ૧૦ ડિસેમ્બરે ઉદયપુરમાં યોજાવા જઈ રહ્યા છે. અંબાણી પરિવારમાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે. અહેવાલ છે કે દેશના સૌથી મોંઘા લગ્નમાં હોલિવૂડ પોપ સ્ટાર બિયોન્સ પરફોર્મ કરવા જઈ રહી છે. આ સેરેમનીમાં લાઈવ સિંગિંગ માટે બિયોન્સને મોટી રકમ પણ આપવામાં આવી રહી છે.

ઈશા અને આનંદનો સગાઈ સમારોહ ત્રણ દિવસ ચાલ્યો હતો. જેમાં અમેરિકન મ્યુઝિશિયન જોન લીજેન્ડ અને એ આર રહેમાને પરફોર્મ કર્યું હતું. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે, ઈશાનો સંગીત સમારોહ તેના કરતા પણ શાનદાર હશે.

જાણકારી અનુસાર, ઈશા અને આનંદનું સંગીત ફંકશન ઉદયપુરમાં હશે. કહેવાય છે કે, લગ્ન ૧૦ ડિસેમ્બરે છે, તો પહેલાનું આ ફંકશન ૮ અને ૯ ડિસેમ્બરે હશે. આ સંગીત સેરેમનીને શાનદાર બનાવવા માટે પોપ સિંગર બિયોન્સ લાઈવ પરફોર્મ કરશે.

ફિલ્મફેયર રિપોર્ટ અનુસાર, આનંદ અને ઈશા આ લાઈવ પરફોર્મેન્સ માટે ઘણા એકસાઈટેડ છે. ગોર્જિયન અનુસાર, પોપ સિંગર બિયોન્સને સંગીત સેરેમનીમાં લાઈવ પરફોર્મેન્સ કરવા માટે ૧૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ વાત પરથી તમે અંદાજો લગાવી શકો છો કે, અંબાણી પરિવારની દીકરીના લગ્ન કેટલા શાહી હશે. ઈશા અંબાણી અને આનંદની સગાઈ ૨૧ સપ્ટેમ્બરે થઈ હતી. (૨૧.૧૯)

(1:44 pm IST)