Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

છસરા ગામમાં સરપંચની ચૂંટણી બાદ નાના - મોટા છમકલા : થતા'તા : આવડી મોટી ઘટના બનશે તેવી કોઇને કલ્પના જ ન હતી

કચ્છ તા. ૨૪ :  મુન્દ્રા તાલુકાનાં છસરા ગામે લોહિયાળ જંગ ખેલાયો છે. જેમાં સરપંચ સહિત છ લોકોની કરપીણ હત્યાનો બનાવ બનતા સમગ્ર તાલુકામાં અરેરાટી ફેલાય ગઇ છે. આ બનાવના પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને પરિસ્થિતિ વધુ વણસે તે પેહલાં જ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠી દેવામાં આવ્યો હતો.

થોડા સમય પહેલાં જ છસરા ગામમાં સરપંચ પદની ચૂંટણી યોજાઇ હતી જે મામલે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાયું હતું. તેનો કરૂણ અંજામ આવ્યો.

ગઇકાલે મોડી રાત્રે ખેલાયેલા ખૂની ખેલમાં એક કોમનાં બે જયરે સામે પક્ષે ચાર લોકોના મોત નીપજયા હતા. આ સશ સ્ત્ર ધિંગાણાંમાં બે સગા ભાઈઓ તથા બે પિતરાઈ ભાઈઓ તેમજ સામાપક્ષે સરપંચ પુત્ર અને તેના દાદાને ગંભીર ઈજાઓ થતાં મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જયાં તેમણે દમ તોડ્યો હતો. જાણકારોના મતે છસરા ગામમાં સરપંચની ચૂંટણી બાદ નાના મોટા છમકલાં જો થતાં જ રહ્યાં છે પરંતુ આજે આટલી મોટી ઘટના બનશે તેવી તો કલ્પના જ કોઇએ કરી નહોતી.

ઙ્ગઙ્ગઉગ્ર બોલાચાલી અને ત્યારબાદ મારામારી થતાં તેમાં એક-બે નહીં પણ છની હત્યાની વાત વાયુવેગે પ્રસરતાં ગામમાં વાતાવરણ તંગ બન્યું હતું.

મુન્દ્રા પોલીસ, મરીન પોલીસ તેમજ ભૂજથી પણ પોલીસના જવાનોના ધાડા ઉપરાંત પોલીસ વડા સહિતનો કાફલો છાસરા ગામમાં ગોઠવાઇ ગયો હતો. આ ઉપરાંત છ મૃતદેહોની મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં પણ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. જો કે પોલીસની મધ્યસ્થીથી પરિસ્થિતિ વધુ વણસી નહોતી

(12:44 pm IST)