Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મહિલા સરપંચે ઘર બહાર અને અંદર મુકાવેલ સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ

પોલીસે વિડીયો રેકોર્ડીંગ કબ્જે લીધુ : જડબેસલાક બંદોબસ્ત

રાજકોટ, તા.ર૪ : છસરા ગામે છેલ્લા થોડા સમયથી બન્ને જુથ વચ્ચે ચાલતી માથાકુટને લઇને ગામના મહિલા સરપંચે તેમના ઘર બહાર તથા ઘરમાં સીસીટીવી કેમેરા સ્વખર્ચે મૂકાવેલ હોવાનું કહેવાય છે. ત્યારે મહિલા સરપંચના ઘર પાસે બનેલી સમગ્ર સશસ્ત્ર ધિંગાણાનું ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

પોલીસે સી.સી.ટી.વી.ના ફુટેજ કબ્જે કર્યા છે. જોકે ગામમાં પણ અમુક જગયાએ સી.સી.ટી.વી. મૂકવામાં આવ્યા છે. આ કેમેરામાં પણ ઘટનાને સબંધીત ઘટના કેદ થયાનું મનાય છે જે પોલીસ કબ્જે લીધા છે.

એવું કહેવાય છે કે બન્ને જુથને એકબીજા જુથના લોકો પર હુમલો થાય તેવી શંકા હતી જ અને બે વર્ષથી ચાલતી આવતી નાની મોટી માથકુટ ગઇકાલે અંતે બોલેરો અને ટ્રેકટરની અથડામણે વરવું સ્વરૂપ ધારણ કર્યું હતી અને સશસ્ત્ર ધિંગાણામાં ૬ લોથ ઢળી ગઇ હતી. પોલીસ સી.સી.ટી.વી. ફુટેજના આધારે તપાસ કરીને હાલ ૧૯ લોકોને ઝડપી લીધા છે.(૮.૮)

(11:07 am IST)