Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મુંબઇના હીરા વેપારીના રૂપિયા ૨૦ કરોડમાં ઉઠમણાની ચર્ચા

મુંબઇ તા. ૨૪ : મુંબઇના એક હીરાવેપારીએ પેમેન્ટ ચૂકવવા ઇન્કાર કરી દેતા લેણદારોના રૂપિયા ૨૦ કરોડથી વધુ કિંમતના પેમેન્ટ સલવાયાની ચર્ચા ચાલી રહી છે.

હીરાબજાર સાથે સંકળાયેલાઓમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે, વર્ષોથી મુંબઇમાં સ્થાયી થયેલા અને ઉત્તર ગુજરાત પંથકના વતની એવા હીરાવેપારી દ્વારા મુંબઇથી પોલિશ્ડ ડાયમંડની ખરીદી કરવામાં આવતી હતી. આ વેપારી દ્વારા મહદઅંશે હલકી રેંજના ડાયમંડની ખરીદી કરાતી હતી. જેના દ્વારા ખરીદ કરાયેલા ડાયમંડની દુબઇ- હોંગકોંગ સહિતના બજારમાં વેચાણ કરાતું હતું. આ વેપારી દ્વારા છેલ્લા થોડા સમયથી પેમેન્ટમાં વિલંબ કરાતો હતો. હાલમાં આ વેપારી દ્વારા પેમેન્ટ માટે નન્નો ભણવામાં આવી રહ્યો છે, જેને લઇને લેણદારોની મોટી રકમ સલવાઇ છે. જેમાં સુરતના વેપારીઓની પણ રકમ હોવાની ચર્ચા છે. ચર્ચા મુજબ, હાલમાં લેણદારો દ્વારા મધ્યસ્થી શોધી પેેમેન્ટ કલેકશન પર ભાર મૂકવામાં આવ્યો છે.

હીરાબજારમાં ચાલતી ચર્ચા મુજબ, વરાછા વિસ્તારમા ઓફિસ ધરાવતા એક કારખાનેદાર દ્વારા પણ પેમેન્ટ ચૂકવવાથી હાથ ઊંચા કરાયા છે. જયારે, મહિધરપુરા વિસ્તારનો એક વેપારી પણ ભીંસમાં મુકાયો છે.(૨૧.૭)

(10:33 am IST)