Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પેન્શન સુવિધા મામલે ભારતની સ્થિતિ ખૂબ ખરાબ: ૩૪ દેશના લીસ્ટમાં મળ્યો ૩૩મો નંબર

મેલબર્ન મર્સર ગ્લોબલ પેન્શન ઇન્ડેકસ અનુસાર: દુનિયાભરની સરકાર સામે ઘરડા લોકોની આબાદી પડકાર બની ગઇ છે

નવી દિલ્હી તા. ૨૪ : સેવાનિવૃત બાદ આવક પ્રણાલીને લઈ સારી સુવિધાના મામલે ભારતની પરિસ્થિતિ ખુબ ખરાબ છે. એક વૈશ્વિક લીસ્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં ભારતનું સ્થાન છેલ્લેથી બીજે છે. ૩૪ દેશની ૩૪ પેન્શન યોજનાઓના અભ્યાસ બાદ આ સામે આવ્યું છે.

મેલબર્ન મર્સર ગ્લોબલ પેન્શન ઈન્ડેકસ અનુસાર, દુનિયાભરની સરકાર સામે ઘરડા લોકોની આબાદી પડકાર બની ગઈ છે. સામે નીતિઓ બનાવનારા પોતાના સેવાનિવૃત કર્મચારીઓને આર્થિક સુરક્ષા ઉપલબ્ધ કરાવવાના મામલે સંઘર્ષ કરી રહ્યા છે.

એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પોતાના સેવાનિવૃત લોકોની આવક પ્રણાલીને મજબૂત કરવાની દિશામાં ધીમુ પરંતુ સ્થિર પગલા ભરી રહ્યું છે. જોકે, તો પણ ૩૪ દેશના લીસ્ટમાં ભારતનું સ્થાન ૩૩માં નંબર પર છે. ગ્રુપ ડીમાં તેની સાથે જાપાન, ચીન, દક્ષિણ કોરિયા, મેકિસકો અને અર્જેન્ટીના છે.

ઈન્ડેકસે ૪૦થી વધુ નિર્દેશકો વિરુદ્ઘ ૩૪ દેશની સેવાનિવૃત આવક પ્રણાલીને માપવા માટે ત્રણ ઉપ-ઈન્ડેકસ પર્યાપ્ત, સ્થાયિત્વ અને અખંડતાનો ઉપયોગ કરવામાં આવ્યો.

આ લીસ્ટમાં ૮૦.૩ પોઈન્ટ સાથે નેધરલેન્ડ અને ૮૦.૨ પોઈન્ટ સાથે ડેનમાર્ક પહેલા અને બીજા સ્થાન પર છે. બંને દેશ એ-શ્રેણીની શાનદાર સુવિધાઓ વિશ્વ સ્તરે સેવાનિવૃત આવક પ્રણાલી સાથે ઉપલ્બ્ધ કરાવે છે. આ ભવિષ્યમાં વૃદ્ઘ થતા લોકોની આબાદી માટે તેમની તૈયારીને જુએ છે.(૨૧.૭)

(10:32 am IST)