Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

રાજસ્થાન સરકારને સુપ્રિમકોર્ટની ફટકાર :અરવલ્લીની ટેકરીઓમાં બે દિવસમાં ગેરકાયદે માઇનિંગ તાત્કાલિક અટકાવવા કડક આદેશ

દિલ્હીમાં વધતા પ્રદુષણ માટે પણ ટેકરીઓનું ખત્મ થવાનું કારણ ગણાવ્યું

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને અરવલ્લીની ટેકરીઓમાં ચાલી રહેલા ગેરકાયદેસર માઈનિંગને તાત્કાલિક અટકાવવા આદેશ આપ્યો છે

 સુપ્રીમ કોર્ટે કહ્યું કે આગામી 48 કલાકની અંદર રાજસ્થાન સરકાર 115.34 હેક્ટર એરિયામાં ચાલી રહેલા ગેરકાયદેસર માઈનિંગ પર રોક લગાવે અને કાર્યવાહી કરે. સુપ્રીમે કહ્યું કે રાજસ્થાન સરકારે આ મુદ્દાને ખૂબ જ સહજતાથી લીધો છે. જેને કારણે કોર્ટે ગેરકાયદેસર માઈનિંગ પર નિર્દેશ આપવો પડ્યો છે 

    સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય અધિકાર પ્રાપ્ત સમિતિના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો કે રાજસ્થાન અરવલ્લી વિસ્તારમાં 31 ટેકરીઓ માઈનિંગના કારણે ખત્મ થઈ છે. જેનાથી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. કોર્ટનું માનવુ છે કે ટેકરીઓને આ રીતે ખત્મ થવુ, દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણનું પણ એક કારણ છે.  સુપ્રીમ કોર્ટે આ સંદર્ભે રાજસ્થાનના ચીફ સેક્રેટરીને નિર્દેશ આપ્યો કે આ અનુસંધાનમાં તેઓ સોગંદનામું દાખલ કરી જણાવે કે કોર્ટના આદેશનું પાલન થયુ છે કે નહીં.

(12:00 am IST)