Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

યોગીના મંત્રી ભડક્યા :હિંમત હોય તો લાલ કિલ્લાનું નામ બદલો

જનતાના દિમાગને ગુમરાહ કરવા નામ બદલવાનું બહાનું : એક નવી સડક બનાવીને દેખાડે, નિવેદન આપવું અલગ બાબત છે :ગિરિરાજસિંહ પર આકરા પ્રહાર

લખનૌ :યુપીની યોગી સરકારના પ્રધાન અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે ફરી પોતાની ગઠબંધન સરકાર પર પરોક્ષ હુમલો કર્યો છે. રાજભરે મુઘલો સાથે જોડાયેલા સ્થાનોના નામ બદલવા પર સવાલ કર્યો છે કે આમની પાસે તો કોઈ કામ નથી.તેઓ જનતાના દિમાગને ભટકાવવા માટે નામ બદલવાને બહાનું બનાવે છે. જો હિંમત હોય તો લાલકિલ્લાનું નામ બદલી નાખે. લાલકિલ્લાને પાડી દે.

  કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા ગિરિરાજ સિંહ પર પરોક્ષપણે નિશાન સાધતા કહ્યું છે કે બિહારવાળા નિવેદન આપી રહ્યા છે. તેઓ જે રોડ પર ચાલે છે. તે રોડ તેમના દાદાએ બનાવ્યો છે? જીટી રોડ શેરશાહ સુરીએ બનાવ્યો હતો. એક નવી સડક બનાવીને દેખાડે. નિવેદન આપવું અલગ બાબત છે

(7:45 pm IST)