Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

કેદારનાથ ધામ પાસે ગ્લેશિયરમાં હિમસ્ખલનથી હડકંપ

વહિવટીતંત્રએ એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇને તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હી :કેદારનાથ ધામ પાછળ સ્થિત ચૈરાબાડી ગ્લેશિયરમાં હિમસ્ખલન થયું છે. જોકે હજુ સ્પષ્ટ થયું નથી કે ગ્લેશિયરમાં પત્થર પડ્યા છે અથવા પછી હિસ્મખન થયું છે. વહિવટીતંત્રએ એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇને તપાસના આદેશ આપ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પણ સર્વે કરવા માટે કહેવામાં આવ્યું છે. હિમસ્ખલન થયા બાદ કેદારનાથ ધામમાં રહેતા લોકો આઘાતમાં છે. સ્થાનિક લોકોને ડર છે કે ક્યાંક 2013 જેવી ઇમરજન્સી ફરીથી ન આવી જાય. આજે સાડા ચાર પાંચ વાગ્યા વચ્ચે કેદારનાથ મંદિરથી લગભગ ચાર કિમી દૂર સ્થિત ચૈરાબાડી ગ્લેશિયર પર હિમસ્ખલનની ઘટના થઇ. પર્વત પર ખૂબ દૂર સુધી હિમસ્ખલન થયા બાદ કેદારનાથ ધામમાં અફરા તફરી મચી ગઇ. હતી

હિમસ્ખલનની ઘટનામાં નુકસાન થયું નથી. સૂચના મળ્યા બાદ વહિવટી તંત્રએ કેદારનાથ ધામમાં લોકોને એલર્ટ કરી દીધા. વહિવટીતંત્રએ એનડીઆરએફને ઘટનાસ્થળે જઇને વાસ્તવિક જાણકારી પ્રાપ્ત કરવા માટે કહ્યું છે. રૂદ્રપ્રયાગના જિલ્લાધિકારી મયૂર દીક્ષિતે કહ્યું કે 22 સપ્ટેમ્બરને ચારથે પાંચ વાગ્યા વચ્ચે ચૈરાબાડી ગ્લેશિયર હિમસ્ખલન થવાની સૂચના મળી હતી. વહિવટી તંત્રએ તાત્કાલિક કેદારનાથ ધામમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા. જોકે કોઇ ઘટના થઇ નથી. વહિવટીતંત્રએ જિયોલોજિકલ ટીમ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને સર્વે કરવાનો અનુરોધ કર્યો છે. 

(10:53 pm IST)