Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

અંકિતા હત્યા કેસ : આરોપી પુલકિતના મોટા ભાઈ અંકિતની OBC કમિશનના ઉપપ્રમુખ પદેથી હકાલપટ્ટી : ભાજપે પિતા-પુત્રોને પાર્ટીમાંથી પાણીચું પકડાવ્યું

ઉત્તરાખંડ : અંકિતા ભંડારી હત્યા કેસના આરોપી પુલકિત આર્યના મોટા ભાઈ અંકિત આર્યને ઉત્તરાખંડ સરકારે પછાત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંબંધિત આદેશો જારી કરવામાં આવ્યા છે. તેમજ અંકિત અને તેના પિતાને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

આ જઘન્ય ઘટનામાં પુલકિત આર્યની સંડોવણી સામે આવ્યા બાદ હરિદ્વારમાં રહેતા તેના પરિવારની રાજકીય દખલગીરી ચર્ચામાં આવી હતી. પુલકિતના પિતા વિનોદ આર્ય ભૂતપૂર્વ રેન્ક ધારક હતા, જ્યારે તેમના મોટા ભાઈ અંકિત ઓબીસી કમિશનમાં વાઇસ ચેરમેન હતા.

અંકિતાનું પોસ્ટમોર્ટમ એઈમ્સ ઋષિકેશમાં કરવામાં આવ્યું હતું. એઈમ્સની બહાર મોટી સંખ્યામાં દેખાવકારો એકઠા થયા હતા. AIIMS પહોંચેલા બીજેપી ધારાસભ્ય રેણુ બિષ્ટને વિરોધીઓના વિરોધનો સામનો કરવો પડ્યો. દેખાવકારોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વાહનોના કાચ તોડી નાખ્યા હતા. પોલીસે દેખાવકારોમાંથી ધારાસભ્ય બિષ્ટનેમુશ્કેલીથી બહાર કાઢ્યા હતા તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:13 pm IST)