Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

NSE ફોન ટેપિંગ કેસ : મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે 4 દિવસની CBI કસ્ટડીમાં :અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી : પ્રમાણિકપણે ફરજ બજાવવાના બદલામાં મારી વિરુદ્ધ આ એક રાજકીય કાવતરું હોવાનો પાંડેનો બચાવ

મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જ ફોન ટેપિંગ કેસમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અગાઉ પાંડેની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હવે CBI કસ્ટડી મળી છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ ફોન ટેપિંગ કેસમાં સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI) એ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની કસ્ટડીમાં લીધી છે. પાંડેને શનિવારે મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેમને ચાર દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

સંજય પાંડેએ પોતાના પર લાગેલા આરોપોને કાવતરું ગણાવ્યું છે. પાંડેએ કહ્યું હતું કે, મેં ઘણા હાઈપ્રોફાઈલ અને રાજકીય રીતે સંવેદનશીલ કેસોની તપાસ કરી છે. હું જાણું છું કે પ્રામાણિક ફરજના બદલામાં મારી વિરુદ્ધ આ એક રાજકીય કાવતરું છેતેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:40 pm IST)