Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

અમેરિકાનું શેરબજાર ધડામ થવાથી અબજોપતિઓની સંપત્તિમાં કડાકો : મસ્કથી અંબાણી-અદાણી સુધી, મોટું નુકસાન

ન્યુદિલ્હી : અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડાનું કારણ યુએસ શેરબજારનો કડાકો છે. વાસ્તવમાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારા અને ભવિષ્ય અંગેના સંકેતોને કારણે રોકાણકારોમાં ભયનું વાતાવરણ છે.

અમેરિકાના શેરબજારમાં આવેલા ટોર્નેડોની કિંમત વિશ્વભરના અબજોપતિઓએ ચૂકવવી પડી છે. વિશ્વના ટોચના 70 અબજપતિઓની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને સૌથી મોટી કિંમત ચૂકવવી પડી છે, જ્યારે ભારતના ગૌતમ અદાણીને પણ ઘણું નુકસાન થયું છે.

કોની સંપત્તિમાં ઘટાડો થયો :  બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, ઈલોન મસ્કની સંપત્તિ $245 બિલિયન છે અને તેમને $9.03 બિલિયનની ખોટ છે. ભારતના બીજા ક્રમે રહેલા ગૌતમ અદાણીની સંપત્તિ 3.50 અબજ ડોલર ઘટીને 142 અબજ ડોલર થઈ છે. એમેઝોનના સીઈઓ જેફ બેઝોસને $3.72નો આંચકો લાગ્યો છે અને તેમની કુલ સંપત્તિ $137 બિલિયન છે. તેઓ વિશ્વના ત્રીજા સૌથી અમીર અબજોપતિ બની ગયા છે.

મુકેશ અંબાણીની સ્થિતિ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં $1.77 બિલિયનનો ઘટાડો થયો છે અને તેઓ $85.2 બિલિયનની સંપત્તિ સાથે નવમા સૌથી ધનિક અબજોપતિ રહ્યા છે.

ઘટાડાનું કારણઃ અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડાનું કારણ યુએસ શેરબજારનો કડાકો છે. વાસ્તવમાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારા અને ભવિષ્ય અંગેના સંકેતોને કારણે રોકાણકારોમાં ભયનું વાતાવરણ છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:36 pm IST)