Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

તાલિબાન, ISIS, ઈરાની જ સંગઠનો છે રાજાણી

મહુબા તા.૨૪ : ઈરાનમાં હિજાબને લઈને વિવાદ વધી ગયો છે. મહિલાઓ રસ્‍તા પર ઉતરી ગઇ છે. શહેરમાં હાહાકાર મચી ગયો છે. ઈરાનમાં હિજાબ પહેરવાનો કડક કાયદો હોવા છતાં ઘણી જગ્‍યાએ મહિલાઓ હિજાબ ઉતારીને વિરોધ કરી રહી છે અને હિજાબ સળગાવી રહી છે. ઘણી જગ્‍યાએ મહિલાઓએ વિરોધમાં પોતાના વાળ પણ કાપી નાખ્‍યા છે. મહસા અમીનીના મળત્‍યુ પછી આખા ઈરાનમાં એવી ચિનગારી લાગી ગઈ છે કે ઈરાનના બધાજ શહેરો તેની જ્‍વાળાઓમાં લપેટાઈ ગયા છે. જેની જ્‍યોત હવે વિદેશમાં પણ પહોંચવા લાગી છે. તાલિબાની ફિકર રાખવા વાળા મુલ્લાઓથી ઈરાન સળગી રહ્યું છે. જો કે, ઈરાન હિજાબ વિરુદ્ધ વિશ્વમાં ઉઠતા અવાજને પોતાનો ઘરેલું મામલો ગણાવીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.પણ મોલાના હસનઅલી રાજાણી કહે છે કે ઈરાન આખી દુનિયાનો માહોલ ખરાબ કરે છે અને આપણા દેશ ભારતમાંમાં પણ ઈરાન મદ્રેસામાં દહેશત ગર્દીની તાલિમ આપે છે અને ભારતના ઘણા મદ્રેસાના શિયા ઉલમાંએ તો પોતાની ફોઝ પણ બનાવી છે અને તેઓ મુસ્‍લિમ સમાજના નાના મોટા લોકોને પોતાની જાળમાં ફસાવીને ગૈર શિયા મુસ્‍લિમ સામે સામે કેમ લડવું તે શીખવાડે છે.

મોલાના રાજાણીએ કહ્યું કે નવી દિલ્‍હીમાં આવેલ ઈરાન ક્‍લચર હોઉસના શિયા ઉલમાં જેને ચાહે છે તેને ગીડનૅપ કરી  લેય છે અને એની સાથે મારા મારી પણ કરે છે અને તેનાથી પૈસા પડાવે છે થોડાક સમય પેહલા મોલાના રાજાણીને પણ શિયા ઉલમાંએ ગીડનૅપ કરીને અમિતશાહને કતલ કરવા બદલ રજામનદી ના આપતા માર માર્યો હતો. જેમાં ગુજરાત મહારાષ્ટરા અને કારગિલના શિયા ઉલમાંના લુખ્‍ખા હતા.તે માટે યોગી સરકારની જેમ આખી ભારતની સરકારને કડક થવું પડશે જેથી આપણા દેશ ભારતની પણ હાલત સીરિયા, યમન, અને સુમાલીયા  જેવીના થાઈ કે જ્‍યા મીલીયનો માણસો બેગુનાહ માર્યા ગયા છે.

મોલાના રાજાણીએ હ્યુકે ૨૨ વર્ષની મહસા અમીનીના મોત બાદ ઈરાનમાં ભારે હોબાળો મચી ગયો છે.‘નો ટુ હિજાબ' અભિયાન શરૂ કર્યું. મહિલાઓ હવામાં હિજાબ ઉડાડતી અને ઘણી જગ્‍યાએ હિજાબ પ્રગટાવતી જોવા મળી હતી.સ્ત્રીઓ તેમના પોતાના હાથથી તેમના વાળ પણ કાપે છે.પણ હિજાબની પછવાડે હકીકત એ છે કે ત્‍યાંની પબ્‍લિક ઈરાની મુલ્લાઓની દહેશત ગર્દી વાળી સરકાર થીજ નારાઝ છે , મોલાના રાજાણીએ કહ્યુકે ઈરાને ઇરાકમાં પણ ઘુસીને લાખો ઇરાકી શિયા મુસ્‍લિમોને કત્‍લ કર્યા છે કેમકે ઈરાન ઇરાકમાં ઇરાકી શિયા લોકોની સરકાર બનવા નથી દેતું કારણકે ઇરાકમાં શિયાની સરકાર બની જાશે તો ઈરાન આખી દુનિયાના શીઆ મુસ્‍લિમો પર દાદાગીરી નહિ કરી શકે તથા આખી દુનિયા માંથી શિયા લોકોનો મળતો ધર્માદો સદકો ફિતરો પણ ઓછો થઇ જાશે, તે માટે ઈરાન ઇરાકમાં શિયા મુસલમાનની સરકાર નથી બનવા દેતું.

(11:39 am IST)