Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી દુનિયામાં સૌથી ધનવાન NRI: રોજના કમાય છે 102 કરોડ રૂપિયા

વિનોદ શાંતિલાલ અદાણી ભારતના ટોપ 10 સૌથી ધનિક લોકોમાં છઠ્ઠા ક્રમે:છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 850 ટકાનો જબરદસ્ત ઉછાળો

નવી દિલ્હી :દેશના ટોચના અમીરોની યાદીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વિશ્વમાં બીજા સ્થાન પર કબજો જમાવ્યો છે. આઈઆઈએફએલ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 મુજબ ગૌતમ અદાણીની દૈનિક કમાણી 1612 કરોડ રૂપિયા છે.હુરુને જાહેર કરેલી યાદી મુજબ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ શાંતિલાલ અદાણી સૌથી અમીર બિનનિવાસી ભારતીય છે

ગૌતમ અદાણીના ભાઈ વિનોદ શાંતિલાલ અદાણી દુબઈમાં રહે છે અને દુબઈ, જકાર્તા અને સિંગાપોરમાં સક્રિય છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે તેમની સંપત્તિમાં 37,400 કરોડ રૂપિયાનો વધારો થયો છે. એટલું જ નહીં વિનોદ શાંતિલાલ અદાણી ભારતના ટોપ 10 સૌથી ધનિક લોકોમાં છઠ્ઠા ક્રમે છે. આ સિવાય છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 850 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમની સંપત્તિ વધીને 1.69 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. અદાણીના બંને ભાઈઓની સંપત્તિ ઉમેરવામાં આવે તો તેમની પાસે કુલ 16.63 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે, એટલે કે, હુરુન અમીરોની યાદીમાં ટોચના 10 લોકોની સંપત્તિના 40 ટકા બરાબર છે.

  શાંતિલાલ અદાણીની આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં કુલ 94 અમીર એનઆરઆઈ છે, જેમાં વિનોદ શાંતિલાલ અદાણી રોજ 102 કરોડ રૂપિયાની સંપત્તિ ઉમેરે છે. આ સાથે જ હિન્દુજા બ્રધર્સ 1.65 લાખ કરોડ રૂપિયા સાથે બીજા સ્થાને છે. તે પછી મિત્તલ ગ્રુપની લક્ષ્‍મી નિવાસ મિત્તલ 1.5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે આવે છે.
વિનોદ શાંતિલાલ અદાણીએ વીઆર ટેક્સટાઇલ્સ નામની કંપની સાથે 1976 માં ભીવાડીમાં પાવર લૂમ સ્થાપીને તેમની યાત્રાની શરૂઆત કરી હતી. દુબઈમાં તેણે ખાંડ, તેલ, એલ્યુમિનિયમ, કોપર અને લોખંડના ભંગારનો ધંધો કર્યો હતો.

(9:41 am IST)