Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વ્હાઈટ હાઉસ પહોંચ્યા પીએમ મોદી: અમેરીકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મહત્વની મુલાકાત

ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્વિટ કરીને જણાવ્યું કે મેં અમેરીકા અને ભારતની વચ્ચે રણનીતિક ભાગીદારીને લઈને પીએમ મોદી સાથે મુલાકાત કરી

નવી દિલ્હી :પ્રધાનમંત્રી મોદી યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરવા માટે વ્હાઈટ હાઉસ પહોંચી ચૂક્યા છે. થોડીક ક્ષણોમાં બન્ને વચ્ચે મહત્વની બેઠક યોજાશે. જો બાઈડન અને પીએમ મોદીની મુલાકાત પહેલા ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્વિટ કરીને જણાવ્યું કે મેં અમેરીકા અને ભારતની વચ્ચે રણનીતિક ભાગીદારીને લઈને પીએમ મોદી સાથે મુલાકાત કરી છે.

એક સાથે કામ કરતા અમે મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર પ્રગતિ કરી શકીએ છીએ. તેમાં કોવિડ-19 મહામારીથી લઈને જળવાયુ સંકટ સુધી લોકતંત્રને મજબૂત કરવાનું અને તેની રક્ષા કરવાનું શામેલ છે.તમને જણાવી દઈએ કે યુએસના રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમ વખત રાષ્ટ્રપતિ જો બાઈડન અને પીએમ મોદી વચ્ચે મુલાકાત યોજાશે.

બીજી તરફ અમેરીકન રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને જણાવ્યું કે આજે સવારે હું એક દ્વીપક્ષીય બેઠક માટે વ્હાઈટ હાઉસમાં ભારતીય પ્રધાનમંત્રી મોદીની યજમાની કરી રહ્યો છું, હું આપણા બન્ને દેશો વચ્ચે ગાઢ સંબધોને મજબૂત કરવા અને એક સ્વતંત્ર અને ઈન્ડો પેસિફિકને બનાવી રાખવા અને કોવિડ-19ને લઈને જળવાયું પરિવર્તન સુધી તમામ બાબતો પર વાત કરવા માટે તત્પર છું.

(9:05 pm IST)