Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ મામલે વકીલોમાં ફફડાટ : આવતીકાલ 25 સપ્ટે.ના રોજ કોર્ટ કામગીરીનો બહિષ્કાર કરશે : ફિઝિકલ કે ડિજિટલ કોઈપણ પ્રકારની કામગીરીથી દૂર રહેશે : રાજધાની દિલ્હીની તમામ અદાલતોમાં સુરક્ષા વધારી દેવાનો સમય પાકી ગયો છે : સુરક્ષામાં ખામી બાબતે સરકારનું ધ્યાન દોરવા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન્સનો નિર્ણય

ન્યુદિલ્હી : આવતીકાલ 25 સપ્ટે.ના રોજ દિલ્હીના વકીલો કોર્ટ કામગીરીનો બહિષ્કાર કરશે .રોહિણી કોર્ટમાં ફાયરિંગ મામલે વકીલોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનોએ જણાવ્યું છે કે રાજધાની દિલ્હીની તમામ અદાલતોમાં સુરક્ષા વધારી દેવાનો સમય પાકી ગયો છે . જે બાબતે સરકારનું ધ્યાન દોરવા આવતીકાલ 25 સપ્ટે.ના રોજ કામનો બહિષ્કાર કરવામાં આવશે.જે અંતર્ગત ફિઝિકલ કે ડિજિટલ કોઈપણ પ્રકારની કામગીરીથી દૂર રહેશે .

વકીલોએ આ ઘટનાની નિંદા કરી છે જેમાં 3 લોકો માર્યા ગયા છે, અને કહે છે કે હવે સમય આવી ગયો છે કે રાષ્ટ્રીય રાજધાનીની તમામ અદાલતોમાં સુરક્ષા વધારી દેવામાં આવે.
તમામ જિલ્લા બાર એસોસિએશનોની સંકલન સમિતિએ શુક્રવારે રોહિણી કોર્ટ પરિસરમાં થયેલા ગોળીબારને ધ્યાનમાં રાખીને 25 સપ્ટેમ્બરે ભૌતિક અને વર્ચ્યુઅલ એમ બંને કોર્ટના કામનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:42 pm IST)