Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કપડાં કંપનીએ લોગો પર ભારતીયોને દેખાડતાં વિરોધ

ચીનની ટોચની કપડાં કંપનીની હરકતથી ભારે રોષ : કંપનીએ પોતાની પ્રોડકટ પર ભારતીયોને લોગો સ્વરૂપે દેખાડ્યા, તેમાં વેલકમ ટુ હેલ અને લેટ મી ટચ યુ લખ્યું

નવી દિલ્હી, તા.૨૪ : ચીનની ટોચની કપડા બ્રાન્ડ જેએનબીવાય કંપનીએ ભારતીયો પ્રત્યેની પોતાની નફરત જાહેર કરતી કરેલી હરકત બાદ ભારે આક્રોશ છે. કંપનીએ પોતાની પ્રોડકટ પર ભારતીયોને લોગો સ્વરૂપે દેખાડ્યા છે અને તેમાં વેલકમ ટુ હેલ અને લેટ મી ટચ યુ જેવા વાક્યોનો પ્રયોગ કરાયો છે. કપડા બાળકોને પહેરવા માટેના છે. બાબત સામે આવ્યા બાદ કંપનીની ભારે ટીકા થઈ રહી છે.

ચીની સોશિયલ મીડિયા પર તેને લઈને એક મહિલાએ ફરિયાદ કરી હતી. જે પછી કંપનીએ પોતાના કપડા માર્કેટમાંથી પાછા ખેંચી લીધા છે. ચીનના સરકારી અખબારે પણ પ્રકારના કપડાની ટીકા તો કરી છે પણ ભારત વિરોધી તસ્વીરોને લઈને કોઈ ઉલ્લેખ પોતાના અહેવાલમાં કર્યો હતો. ફરિયાદ કરનારા મહિલાનુ કહેવુ હતુ કે, બાળકના દાદા દાદીએ કપડા ખરીદી લીધા હતા પણ તેઓ તેના પર લખેલુ અંગ્રેજી વાંચી શકતા નહોતા અને તેના પરના લખાણની પાછળથી મને ખબર પડી હતી. વેલકમ ટુ હેલ લખાણવાળા કપડા ચાર વર્ષના બાળકે પહેરવાના હોય તો તેનાથી મને તકલીફ છે. દરમિયાન કંપનીએ મામલે માફી માંગી છે અને કહ્યુ છે કે, હવે પછી બાબતનુ ધ્યાન રાખવામાં આવશે.

(7:51 pm IST)