Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સ્થાનિક ચૂંટણીઓ પણ મુક્ત અને નિષ્પક્ષ થવી જોઈએ : સ્ટ્રોંગ રૂમની નજીક સીઆરપીએફ અને સીઆઈએસએફનું પોસ્ટિંગ , નિરીક્ષકોની નિમણુંક અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ વગેરેની ખાતરી કરો : 6 ઓક્ટોબરે તામિલનાડુમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીઓ માટે AIADMK ના સૂચનોનો જવાબ આપવા રાજ્યના ઈલેક્શન કમિશ્નરને મદ્રાસ હાઇકોર્ટનો આદેશ

તામિલનાડુ : મદ્રાસ હાઇકોર્ટે આજરોજ શુક્રવારે રાજ્ય ચૂંટણી પંચ (SEC) ને 9 જિલ્લાઓ માટે 6 ઓક્ટોબરે યોજાનારી સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓ પણ પારદર્શક રીતે થાય તે માટે અખિલ ભારતીય દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK) પક્ષ દ્વારા કરવામાં આવેલા વિવિધ સૂચનોનો જવાબ આપવા રાજ્યના ઈલેક્શન કમિશ્નરને આદેશ કર્યો છે.

AIADMK ના સૂચનોમાં કેન્દ્ર સરકાર તરફથી નિરીક્ષકોની નિમણૂક, ચૂંટણી સ્ટ્રોંગ રૂમની નજીક સીઆરપીએફ અને સીઆઈએસએફનું પોસ્ટિંગ અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે.

મદ્રાસ હાઇકોર્ટે શુક્રવારે રાજ્ય ચૂંટણી પંચ (SEC) ને 9 જિલ્લાઓ માટે 6 ઓક્ટોબરે યોજાનારી સ્થાનિક સંસ્થાની ચૂંટણીની પારદર્શિકતા સુનિશ્ચિત કરવા માટે અખિલ ભારતીય દ્રવિડ મુનેત્ર કઠગામ (AIADMK) પક્ષ દ્વારા કરવામાં આવેલા વિવિધ સૂચનોનો જવાબ આપવાઅનુરોધ કર્યો છે.

તમિલનાડુના મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જી અને ન્યાયમૂર્તિ પી ઓડીકેસવલુની ખંડપીઠને વરિષ્ઠ વકીલ વિજય નારાયણ (AIADMK માટે) દ્વારા જાણ કરવામાં આવી હતી કે, AIADMK ના સૂચનો ધરાવતી રજૂઆતનો જવાબ આપવા માટેસ્ટેટ ઈલેક્શન કમિશનર નિષ્ફળ ગયા બાદ હાઇકોમાં દાદ માંગવામાં આવી છે.

સિનિયર એડવોકેટ વિજયને દલીલ કરી હતી કે એક જિલ્લા માટેનિરીક્ષક  તરીકે એક આઈએએસ અધિકારીની નિમણૂક અપૂરતી છે. તેમણે ઉમેર્યું હતું કે, AIADMK એ આ અગાઉ  હાઈકોર્ટ દ્વારા સૂચવેલા પગલાં જેવા જ પગલાં માંગ્યા છે.

 નામદાર કોર્ટે નોંધ્યું હતું કે સૂચનો એક મોટા રાજકીય પક્ષ તરફથી આવી રહ્યા છે, જે હમણાં સુધી સત્તામાં હતો.  કોર્ટે એસઇસીને 29 સપ્ટેમ્બર સુધીમાં એઆઈએડીએમકેની રજૂઆતનો જવાબ આપવા કહ્યું છે.
મુખ્ય ન્યાયમૂર્તિ બેનર્જીએ એસઈસીને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા અને મતદારની પસંદગીનો આદર થાય તેની ખાતરી કરવા .આદેશ કર્યો

આ મામલાની વધુ સુનાવણી 30 સપ્ટેમ્બરે થશે..તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:52 pm IST)