Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ભાજપનું ટેન્શન વધ્યું

ખેડૂતોને સાથ આપીશઃવરૂણ ગાંધી

પીલીભીતિના બડેપુરા ગુરૂદ્વારા પહોંચીને શીખ ખેડૂતોની સાથે માથું ટેકવ્યું: અન્ના હજારેના આંદોલનને યાદ કર્યુ

નવી દિલ્હી,તા.૨૪:ભાજપના સાંસદ વરુણ ગાંધી ત્રણ દિવસના પ્રવાસ પર પોતાના સંસદીય વિસ્તાર પીલીભીત પહોંચ્યા. જયાં તેમણે બડેપુરા ગુરુદ્વારા પહોંચીને શીખ ખેડૂતોની સાથે માથું ટેકવ્યું આ દરમિયાન વરુણ ગાંધીએ કહ્યું કે તે હંમેશા ખેડૂતોની સાથે ઉભા રહેશે. તેમણે કહ્યું કે મે જયારે પણ કોઈની સાથે અન્યાય થતા જોયો છે તો હંમેશા અવાજ ઉઠાવ્યો છે મે એવું કયારેય નથી વિચાર્યુ કે મારા પર શું અસર પડશે.

વરુણ ગાંધીએ મુંડિલયા ગૌસૂ સહિત અનેક ગામમાં ગ્રામીણોને સંબોધિત કર્યા હતા. વરુણ ગાંધી આ દરમિયાન અન્ના હજારેના આંદોલનને પણ યાદ કર્યુ. તેમણે કહ્યું કે દેશમં ૫૪૩ લોકસભા સાંસદોમાંથી હું એક વ્યકિત હતો. હું આંદોલનમાં જઈને તેમની સાથે બેઠો હતો અને તેમનો સાથ આપ્યો હતો. તેવામાં ખેડૂતોને સંપૂર્ણ રીતે હું સાથ આપીશ. અન્ના હજારેના આંદોલનમાંઙ્ગ પણ એ એમ નહોંતુ પૂછ્યું કે હું મારી પાર્ટી તેમની સાથે છે કે નહીં, પરંતુ મારું દિલ તેમની સાથે છે.

ઉલ્લેખનીય છે કે આની પહેલા વરુણ ગાંધીએ ખેડૂતોના મુદ્દા પર સીએમ યોગીને ચિઠ્ઠી લખી હતી. જેમાં તેમમે શેરડીના ભાવમાં ઉલ્લેખનીય વૃદ્ઘિ કરવા, દ્યઉં અને ધાનની સરકારી ખરીદી પર બોનસ આપવા, પ્રધાનમંત્રી ખેડૂત યોજનાની રકમ બે ગણી કરવા અને ડીઝલ પર સબ્સિડી આપવાની માંગ કરી હતી.

(3:52 pm IST)