Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ચીની હેકરના ભારતીય મીડિયા સિવાય એમપી પોલીસને નિશાન બનાવવાનો દાવો

અમેરિકી કંપનીએ કહ્યું, સીમા વિવાદ સાથે જોડાયેલો હોઈ શકે છે સાઇબર હુમલો

 બૈન્કોકઃ તા ૨૪, અમેરિકાની એક ખાનગી સાઇબર સુરક્ષા કંપનીએ ભારતીય મીડિયા અને પોલીસ વીભાગ ચીની હેકરના નિશાને હોવાનો દાવો કર્યો છે. કંપનીના પ્રમાણે તેને એવા સાક્ષી મળ્યા છે કે સંભવતઃ રાજ્ય પ્રાયોજિત ચીની સમૂહને ભારતીય મીડિયા સમૂહની સાથે પોલીસ વિભાગ અને રાષ્ટ્રીય ઓળખ સંબંધી આંકડાઓ માટે જવાબદાર એજન્સીની વેબસાઈટ હેક કરી લીધી હતી.

 મૈસાચુસેટ્સમાં રેકોર્ડેડ ફ્યુચરના ઇનસિકત ગૃપણું કહેવું છે કે મધ્ય પ્રદેશના પોલીસ વિભાગની વેબસાઈટથી પાંચ મેગાબાઈટ ડેટા ચોરી લીધા હતા. વર્ષ ૨૦૨૦માં સીમા વિવાદ બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે ચીની ઉતાપ્દનોના બહિષ્કારની અપીલ કરી હતી.

 યુઆઈડીએઆઈની વેબસાઈટ પણ હેક

 સાઇબર હુમલા સીમા તણાવની સાથે જોડાયેલા હોઈ શકે છે. જૂન અને જુલાઈમાં ભારતીય વિશિષ્ટ પહેચાન પ્રાધિકરણની વેબસાઈટ પણ હેક કરવામાં આવી હતી. જો કે યુઆઈડીએઆઈએ જણાવ્યું કે, ઉલ્લેખિત પ્રકૃતિના ઉલ્લંઘનની જાણકારી નથી.   

 સાઇબર જાસૂસી વધી

 વર્ષ ૨૦૨૦ની સરખામણીમાં વર્ષ ૨૦૨૧માં ભારતીય સંગઠનો અને કંપનીઓને લક્ષ્ય બનાવી સંદિગ્ધ ચીની સાઇબર ગતિ વિધિઓમાં ૨૬૧ ટકા વૃદ્ધિ થઇ છે.

(3:28 pm IST)