Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

આઇટી કંપનીએ બદલી દીધી બધાની કિસ્મત, એક ઝાટકામાં ૫૦૦ કર્મચારી કરોડપતિ

સિતારા બુલંદ : ગોડાઉનથી અમેરિકી શેર એકસચેન્જ નૈસડેક સુધી

  ચેન્નાઇ તા ૨૪, બિઝનેસ સોફ્ટવેર ફાર્મ ફ્રેશવકર્સ ઇન્કે બુધવારે અમેરિકી એકસચેન્જ  નૈસડેક ઉપર ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેની સાથે જ ૫૦૦  કર્મચારીઓને કરોડપતિ બનાવી દીધા. તેમાં ૬૯ કર્મચારીઓની ઉમર ૩૦ વર્ષથી પણ ઓછી છે. નૈસડેકમાં લિસ્ટેડ થનારી ભારતની આ પ્રથમ સોફ્ટવેર એન્ડ સર્વિસ યુનિકોર્ન કંપની છે. ગિરીશ માતૃભૂમી આ કંપનીના શેર નૈસડેક ઇન્ડેકસ પર પોતાના ઈશ્યુ પ્રાઇસથી ૨૧ ટકા ઉપર ૩૬ ડોલરના ભાવ પર એન્ટ્રી કરી.

 એની સાથે જ કંપનીની માર્કેટ કેપ ૧૨ અરબ ડોલરની ઉપર પહોંચી ગઈ છે. ફ્રેશવકર્સ તામિલનાડુના તિરુચિમાં ૭૦૦ વર્ગ ફુટ ગોડાઉનથી શરૂ થઇ હતી.

  બે તૃતીયાંશ કર્મચારી છે શેરહોલ્ડર

 ફ્રેશવકર્સના બે તૃતીયાંશ કર્મચારી શેર હોલ્ડર છે. કંપનીના સીઈઓએ જણાવ્યું કે, જેઓએ કંપની બનાવવામાં મહેનત કરી તેમને એનું ઇનામ મળવું જોઈએ. આ સેકટરમાં ૧૨૦ અરબ ડોલરનું બજાર છે. તેની કંપનીને સંભાવનાઓની શોધની શરૂઆત કરી છે.

(2:48 pm IST)