Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ISI ના આતંકને સફળ થવા નહિ દઇએ, દેશ સુરક્ષીત હાથોમાં : કેન્દ્ર

જમ્મુ-કાશ્મીર સીમા પાસે અફઘાન મૂળના આતંકવાદીઓની ગતિવિધિઓ સંદર્ભે જાસુસી સંસ્થાઓએ એલર્ટ જારી કરી

નવી દિલ્હી, તા., ર૪: કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી  અજયકુમાર મિશ્રએ કહયું કે આતંકવાદીઓનો કોઇ પણ પ્રયાસ સફળ થવા નહિ દઇએ કારણ કે દેશ સુરક્ષીત હાથોમાં છે. એએનઆઇ સાથે વાતચીત કરતા કેન્દ્રીય મંત્રીએ કહયું કે, આપણો પાડોશી દેશ પોતાની જાસુસી સંસ્થાના માધ્યમથી ઘણા લાંબા સમયથી સતત આપણા દેશમાં અસ્થિરતા ફેલાવવાની કોશીષ કરી રહયો છે. અમે તેમના દરેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યો છે. આઇએસઆઇ મોડયુલ સાથે જોડાયેલા કેટલાક આતંકવાદીઓને ઝડપી લેવાયા છે જેને લગતી માહીતી મળી હતી.

ર૦૧૪ પછીથી આતંકવાદી પોતાની યોજનાઓને અંજામ નથી આપી શકતા કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઇના નેતૃત્વમાં સુરક્ષાદળો અને ખુફીયા એજન્સીઓ વચ્ચે ખુબ સારો તાલમેલ છે. મિશ્રાની આ ટીપ્પણી જાસુસી  એજન્સીઓ દ્વારા ત્યોહારના સમયમાં આઇએસઆઇ મોટા હુમલાની તૈયારીમાં હોવાની જાણકારી મળ્યા પછીની છે.

અજયકુમાર મિશ્રાએ કહયું કે, દરેક વેૈશ્વિક મંચ અને શિખર સંમેલનમાં આપણે આ તથ્ય બારામાં ચિંતા દર્શાવી છે કે પાકિસ્તાન આખી દુનિયાને ખતરામાં નાખી આતંકવાદને પોષી રહયું છે. જેમ-જેમ ટેકનીક આગળ વધી રહી છે. તેમ-તેમ આતંકવાદી સંગઠનો પણ નવા-નવા પ્રયોગો કરી રહયા છે. તેમણે ભીડભાડવાળી જગ્યાઓ અને તહેવારોની મોસમ પસંદ કરી છે. જો કે આવો કોઇ પણ પ્રયાસ સફળ નહિ થાય. આપણી પાસે તેમની સામે લડવાનું મજબુત નેટવર્ક છે. ગયા અઠવાડીયે ૬ આતંકવાદીઓને ઝડપી લેવાયા છે. જયાં સુધી પાકિસ્તાન જેવા દેશો છે ત્યાં સુધી આતંકવાદી સંગઠન દુનિયામાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરતા રહેશે. પરંતુ અમે ચેલેન્જ કરીએ છીએ કે તેમનો કોઇ પણ પ્રયાસ સફળ થવા નહિ દઇએ. તહેવારો દરમ્યાન ઘાટીને સળગાવવાની યોજના તૈયાર થઇ રહી છે. સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે. 

(1:35 pm IST)