Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

મુસ્લિમોએ ભારતની ભૂમિ અને સંસ્કૃતિને પ્રણામ કરવા જોઈએ : તેમણે કાબાની ભૂમિ સુધી જવાની જરૂર નથી : રામ, કૃષ્ણ, શિવ તેમના પૂર્વજો હતા : ઓવૈસીના પૂર્વજો હૈદરાબાદને અલગ રાષ્ટ્ર બનાવવા માંગતા હતા પરંતુ સફળ થઈ શક્યા નહીં : ઉત્તરપ્રદેશના મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાનું વિવાદાસ્પદ ઉદબોધન

ઉત્તર પ્રદેશ : ઉત્તરપ્રદેશના મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાની સાથે યોગી સરકારની  છેલ્લા 4.5 વર્ષની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે  ભગવાન રામ, કૃષ્ણ અને શિવ ભારતીય મુસ્લિમોના પૂર્વજો હતા અને તેઓએ  "ભારતની ભૂમિ અને સંસ્કૃતિ" સામે નમવું જોઈએ.

અહીં ઉશ્કેરણીજનક ટિપ્પણીમાં, સંસદીય બાબતોના રાજ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે હિન્દુત્વ અને "ભારતીય સંસ્કૃતિ" નો ધ્વજઉંચો કરીને દેશમાં ઇસ્લામિક રાજ્ય બનાવવાની વિચારસરણીને હરાવી છે.

ગુરુવારે સાંજે મીડિયા સમક્ષ છેલ્લા 4.5 વર્ષ દરમિયાન આદિત્યનાથ સરકારના કામનો હિસાબ રજૂ કરતા શુક્લાએ કહ્યું: “ભારતના મુસ્લિમોના પૂર્વજો ભગવાન રામ, કૃષ્ણ અને શંકર (શિવ) છે. તેમને કાબાની ભૂમિ સુધી જવાની જરૂર નથી. આ લોકોએ ભારતની ભૂમિ અને સંસ્કૃતિને નમવું જોઈએ.

તાજેતરમાં સંભલમાં મુકવામાં આવેલા વિવાદાસ્પદ પોસ્ટરોનો ઉલ્લેખ કરતા શુક્લાએ કહ્યું કે તે સમાજવાદી પાર્ટી દ્વારા ઇસ્લામિક આતંકવાદીઓને ટેકો આપવાના પરિણામ છે અને તેના સાંસદ શૈફુર રહેમાન બર્કના નિવેદન તાલિબાનને સમર્થન આપે છે.

ઓવૈસી પર પ્રહાર કરતા શુક્લાએ કહ્યું કે તેમના પૂર્વજો હૈદરાબાદને અલગ રાષ્ટ્ર બનાવવા માંગતા હતા તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:25 pm IST)