Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજસ્થાનમાં ડુંગરપુર પાસે સ્ફોટક સ્થિતિ: નેશનલ હાઈવે ઉપર ૧૦ કિલોમીટરના જામ: પોલીસના વાહનો સળગાવ્યા: ગુજરાત તરફ આવતી ખાનગી બસો ગામડાંઓમાં થઈને આવે છે

રાજસ્થાનના ઉદયપુરથી 100 કિલોમીટર દૂર ડુંગરપુરની એક પહાડી ઉપર નેશનલ હાઈવે ઉપર ૧૦ કિલોમીટરનો જામ સર્જાયો છે. આદિવાસી શિક્ષિત યુવાનો અહીં મહા પડાવ નાખી આંદોલન કરી રહ્યા છે. આ યુવાનો અને પોલીસ વચ્ચે બેફામ પથ્થરમારો થયો છે. પોલીસને ભાગવું પડ્યું.કાંકરી ડુંગરીના યુવાનો પોતાને ગુલામ સમજી રહ્યા છે અને આઝાદીના નારા લગાવ્યા છે. ૧૧૦૦થી વધુ જગ્યા ઉપરની ભરતી બાબતે લાંબા સમયની માગણીઓ હવે રસ્તા ઉપર આવી ગઈ છે. પોલીસ ઉપર પથ્થરમારો તથા સંખ્યાબંધ વાહનોને સળગાવી દેવાયા છે. ગુજરાત તરફ આવતી ખાનગી બસો રાજસ્થાનના ગામડાંઓમાં થઈને આવી રહ્યાનું પણ જાણવા મળે છે. સ્થિતિ સ્ફોટક હોવાનું ચર્ચાય છે.

(11:56 pm IST)