Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કોવિદ -19 પોઝિટિવ ધરાવતા પેશન્ટ્સના નામ જાહેર કરવાની PIL ગુજરાત હાઇકોર્ટએ ફગાવી : રાજકોટના કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ કોરોના પોઝિટિવ ધરાવતા લોકોના નામ પ્રસિદ્ધ કરવા જાહેર હિતની અરજી કરી હતી

અમદાવાદ : કોવિદ -19 પોઝિટિવ ધરાવતા પેશન્ટ્સના નામ પ્રસિદ્ધ  કરવાની જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટએ ફગાવી દીધી છે.રાજકોટના  કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ કોરોના પોઝિટિવ ધરાવતા લોકોના નામ પ્રસિદ્ધ કરવા જાહેર હિતની અરજી કરી હતી જેના કારણમાં જણાવ્યું હતું કે પોઝિટિવ દર્દીના નામ જાહેર થાય તો તેની સાથે સંપર્કમાં આવેલા લોકો ટેસ્ટ કરાવી સાવચેત રહી શકે.
જેના જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું હતું કે નામ જાહેર થવાથી દર્દીનો સામાજિક બહિષ્કાર થતો જોવા મળ્યો છે.પરિણામે માત્ર દર્દીના રહેણાંક વિસ્તારના લોકોને જ સાવચેત કરાય છે.
નામદાર કોર્ટએ સરકારની વિનંતી માન્ય રાખી આવી સૂચના હાઇકોર્ટ આપી ન શકે તેમ જણાવી અરજી ખરીજ કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:52 pm IST)