Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

અમેરિકાનાં મીલટરી બેઝ ખાતે ૧૯૭૮માં 'એલિયન' દેખાતાં ગોળી મારી દેવાઇ હતી

ભૂતપૂર્વ એરફોર્સ અધિકારીએ એક ઇન્ટરવ્યુમાં કર્યો સનસનીખેજ ખુલાશો : ૧૮ જાન્યુઆરી ૧૯૭૮નાં રોજ યુ.એફ.ઓ ઉતર્યુ હતુ : એલિયનને પતાવી દેવાતો. સ્પેશશીપ આડેધડ ઉડવા લાગી હતી.

રાજકોટ,તા.૨૪ : અમેરિકાના એક ભૂતપૂર્વ એરફોર્સ અધિકારીએ દાવો કર્યો છે કે ૧૯૭૮માં એક અમેરિકન મીલીટરી બેઝ પાસે અંતરિક્ષમાંથી આવેલ એલીયનને મારી નખાયો હતો. આ અધિકારી દ્વારા જણાવાયેલ ઘટનાનો ઉલ્લેખ એક એવોર્ડ વિનર રિસર્ચ પત્રકારના પુસ્તકમાં પણ છે. પત્રકારે આ ભૂતપૂર્વ અમેરિકન એરફોર્સ અધિકારીનો ઇન્ટરવ્યુ લીધો હતો. જેમાં વાયુસેનાના આ અધિકારીએ એલીયનનો ભેટો થયો હોવાની ઘટના વર્ણવી હતી.

 

અમેરિકન વાયુસેનાના આ ભૂતપૂર્વ અધિકારીનું નામ છે મેનેજર ફિલર, જે પત્રકારે આ ઇન્ટરવ્યુ લીધો હતો તેનું નામ છે. જોન એલ ગુએરા અને તેના પુસ્તકોનું નામ ''સ્ટ્રેંજ ક્રાફટ : ધ ટ્રુ સ્ટોરી ઓફ એન એરફોર્સ ઇન્ટેલીજન્સ ઓફિસર્સ લાઇફ વીથ યુ એફ ઓ'' આ ઇન્ટરવ્યુમાં પત્રકાર જોને જણાવ્યું કે મેનેજર જોર્જ વાયુસેનામાં સીનીયર અધિકારી હતા તે સમયે ચાર વર્ષ સુધી એલીયનની ઘટનાઓ અવારનવાર થતી હતી.

મેજર જોર્જ ફિલરે ગુએરાને જણાવ્યું હતું કે ૧૮ જાન્યુઆરી ૧૯૭૮ના દિવસે તે એક ઇન્ટલીજન્સ બ્રીફ તૈયાર કરી રહ્યા હતા ત્યારે એક સીનીયર મેજર સાર્જટ હાંફતો હાંફતો આવ્યો, તેના ચહેરાનો રંગ ઉડેલો હતો. તેણે મને કહ્યં કે મેકગ્વાયર રનવેના અંતમાં ફોર્ટ ડીકસ પર એક એલિયનને ગોળી મારી કે તરત એલિયન સ્પેસ શીપ અજબ ગજબ રીતે જ્યાં ત્યાં ઉડવા લાગ્યું. મેજર ફિલરે જણાવ્યું કે મીલીટરી બેઝની બહાર ચોકી કરતા એક પોલિસ અધિકારી એ એલિયનને ગોળી મારી હતી. ત્યાર પછી એલીયનના શરીરને આહાયો ખાતે પેટરેસન એર ફોર્સ બેઝ પર લઇ જવાયું હતું.

(4:39 pm IST)