Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

શર્લિન ચોપરાનો મોટો ખુલાસો

આઈપીએલના ક્રિકેટરોની પત્નીઓ પણ કોકેન લે છે

અભિનેત્રી અને મોડેલ શર્લિન ચોપડાનો દાવો :વોશરૂમમાં કેકેઆરની મેચ બાદ ક્રિકેટર્સની પત્નીઓને ડ્રગ્સ લેતાં જોયાનો દાવો : હજુ વધુ રહસ્યો ખુલી શકે

મુંબઈ,તા.૨૪ : હવે બોલિવૂડ એક્ટ્રેસ અને મોડેલ શર્લિન ચોપડાએ એવો સનસનીખેજ દાવો કર્યો છે કે, આઈપીએલમાં પણ ડ્રગ્સનો ભરપૂર ઉપયોગ થાય છે. શર્લિને એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, જો મને એનસીબી પૂછપરછ માટે બોલવાશે તો ઘણાં રહસ્યો છતાં કરીશ.

આઈપીએલમાં મેં કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ બાદ ક્રિકેટર્સ અને બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓને વોશરુમમાં કોકેનનું સેવન કરતાં જોઈ છે. જોકે શર્લિને કઈ સીઝનમાં આ ઘટના બની હતી તે જણાવ્યું નહોતું. ડ્રગ્સ પાર્ટીઓ અંગે તેણે કહ્યુ હતુ કે, કેકેઆરની મેચ જોવા હું કોલકાતા ગઈ હતી.મેચ બાદ પાર્ટી યોજાઈ હતી.જેમાં મેં બોલિવૂડ અને ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓને હાજર જોઈ હતી. હું ફ્રેશ થવા માટે વોશરૂમ ગઈ ત્યારે ત્યાં જે દ્રશ્ય જોયું તે જોઈને હેરાન થઈ ગઈ હતી.

(9:07 pm IST)