Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

MG Gloster ભારતમાં રજુ થઇઃ ૧ લાખ રૂપિયાનું ટોકન આપી બુકીંગ થઇ શકશે

મુંબઇ, તા.૨૪: MG motar ઈન્ડિયાએ આજે ભારતની પહેલી સ્વાયત્ત્। (લેવલ I) પ્રીમિયમ લ્શ્સ્, MG Gloster નું અનાવરણ કર્યું. આ બહુપ્રતીક્ષિત Gloster, આ કાર નિર્માતાનું ભારતમાં દાખલ કરેલ Hector- ભારતની પહેલી ઇન્ટરનેટ કાર અને ZS EV- ભારતની પહેલી ઇન્ટરનેટ ઇલેકટ્રીક SUV બાદ આ ત્રીજું ઉત્પાદન છે.

MG Glosterમાં આ વિભાગ માટે નવી એવી એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) છે. આમાં રહેલ બીજા નવા ફીચરોમાં સામેલ છે, એડાપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ (ACC), ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ (AEB) અને ઓટોમેટિક પાર્કિંગ અસિસ્ટ તેમજ ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ (FCW), લેન ડિપાર્ચર વોર્નિંગ (LDW) અને બ્લાઇન્ડ સ્પોર્ટ ડિટેકશન (BSD) નો સમાવેશ થાય છે.

MG એ આમાં માગણી અનુસાર ફોર-વ્હીલ ડ્રાઇવ રાખ્યું છે, જેના દ્યણા ડ્રાઇવિંગ મોડ Gloster માં છે. આ એક ઇન્ટેલિજન્ટ ઓલ ટેરેન સિસ્ટમ છે, જે રિયર ડિફ્રંશિયલ અને અત્યાધુનિક ઇલેકટ્રોનિક શિફ્ટ ઓન દ ફ્લાય ટેકનોલોજી વાળી બોર્ગવોર્નર ટ્રાન્સફર કેસ સાથે વેહિકલ ઓફ-રોડિંગ દરમિયાન વધુ નિયંત્રણ પૂરું પાડે છે. તેમાં સાત અલગ અલગ ડ્રાઇવ મોડ છે- 'સ્નો', 'મડ', 'સેન્ડ', 'એકો', 'સ્પોર્ટ' 'નોર્મલ'અને 'રોક'.

આ લકઝુરિયસ ફોર-વ્હીલ ડ્રાઇવ MG Gloster નું પ્રી-બુકિંગ હવે MG Motor ઈન્ડિયા વેબસાઇટ પર તેમ જ ભારતમાં સ્થિત તેના ૨૦૦+ કેન્દ્રો પર શરૂ થઈ ચૂકયું છે. ગ્રાહકો, તેમની આ બહુપ્રતીક્ષિત પ્રીમિયમ SUV નું બુકિંગ રૂ. ૧૦૦,૦૦૦ થી કરી શકશે. ગ્રાહકો પ્રત્યેની પોતાની વચનબદ્ઘતાના ભાગ રૂપે આ મહત્ત્વપૂર્ણ કાર મેકરે MG VPHY (રિટેલ ટચપોઇંટ્સ ઉપર વાહનનું વોઇસ ગાઇડેડ ડેમોન્સ્ટ્રેશન) સહિત સંપર્ક-રહિત સેવાઓનો સેટ પણ ઓફર કરેલ છે.

MG Glosterના હાયર વેરિએન્ટ જગપ્રસિદ્ઘ ૨.૦ ડીઝલ ટ્વિન ટર્બો એન્જિનથી સક્ષમ છે, જેની ક્ષમતા છે ૨૧૮ PS પાવર અને ૪૮૦ ફૃ ટોર્ક. આનાથી, આ કાર પ્રસ્તુત શ્રેણીની સૌથી દમદાર SUV બને છે. આમાં શ્રેષ્ઠ એવું ૧૨.૩ ઇંચનું HD ટચસ્ક્રીન પણ છે. પહેલી વાર આ શ્રેણીમાં કેપ્ટન સીટ્સ અને ૬૪ કલર એમ્બીયન્ટ લાઇટિંગ અને પેનોરામિક સનરૂફ છે. આ SUV ચાર રંગોમાં ઉપલબ્ધ હશે – એગેટ રેડ, મેટલ બ્લેક, મેટલ એશ અને વોર્મ વ્હાઇટ.

(4:09 pm IST)
  • કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાનું વિવાદાસ્પદ વિધાન : કાશ્મીરના લોકો પોતાને ભારતીય ગણતા નથી : કાશ્મીર ઉપર ચીનનું શાસન આવે તેવી કાશ્મીરી પ્રજાજનોની ઈચ્છા હોવાનું જણાવ્યું access_time 1:47 pm IST

  • શેરબજારઃ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1147 પોઇન્ટનો ઘટાડો અને નિફ્ટી 337 પોઇન્ટ તુટી, વૈશ્વિક બજારોમાં નરમાઇની ભારતીય બજારમાં અસર, નિફ્ટી 17 જુલાઇ બાદ 10,800ની નીચે જોવા મળી access_time 4:28 pm IST

  • આસામ સરકારે 12 મા ધોરણના બોર્ડના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો : 1984 ની સાલના શીખ દંગલ ,ગુજરાતનું નવનિર્માણ આંદોલન ,2002 ની સાલના કોમી રમખાણો ,તથા અયોધ્યા વિવાદ મામલો સહિતના ચેપટર કાઢી નાખ્યા access_time 11:39 am IST