Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કાશ્મીરમાં ૧૨ કલાકમાં બે અથડામણ : ત્રાલ - અવંતીપોરોમાં આતંકી ઠાર : સર્ચ ઓપરેશન શરૂ

બંને જગ્યાએ સેના અને આતંકીઓની અથડામણ : ભારે માત્રામાં દારૂગોળો જપ્ત

જમ્મુ તા. ૨૪ : કાશ્મીરમાં છેલ્લા ૨૪ કલાકમાં હુમલા અને અથડામણો થઇ રહી છે. મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચામોરાના કેસરમુલ્લા વિસ્તારમાં આતંકીઓએ સીઆરપીએફને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. તેમાં એક અધિકારીનું મોત થયું છે. બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અથડામણમાં એક આતંકીને ઠાર કર્યો છે અને અથડામણ ચાલુ છે. અવંતીપોરામાં ચાલુ રહેલા અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. બીજીબાજુ બડગામમાં બીડીસી ચેરમેનની હત્યા બાદ ગઇકાલે સવારે સીઆરપીએફ ટીમ પર આતંકી હુમલો થયો તેમાં એક જવાન શહીદ થયા છે. સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાના જવાનોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. તેમજ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. સેનાએ આતંકવાદી પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને ગોળાબારૂદ જપ્ત કર્યા છે. સેનાને ત્રાલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કર્યો હતો. સેના પર આતંકવાદીઓ ફાયરિંગ કરતા સેનાએ એન્કાઉન્ટરમાં આતંકવાદીને ઠાર કર્યો છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

(2:58 pm IST)