Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સરકારી કંપનીઓએ શાળાઓમાં બનાવેલા ૧૧ ટકા શૌચાલય 'ગુમ'

કેગનો ઘટસ્ફોટ : ૯૯ શાળામાં એક પણ શૌચાલય વપરાશની સ્થિતીમાં ન હતું

નવી દિલ્હી,તા. ૨૪: જાહેર કંપની કંપનીઓ દ્વારા શાળાઓમાં બનાવેલા ૧૧%  શૌચાલયનું અસ્તિત્વ જ નથી અથવા આંશિક રીતે બંધાયા છે. વધુ ૩૦% શૌચાલય વિવિધ કારણોસર વપરાશમાં નથી. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇનિયા (CRG)નો અહેવાલ બુધવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. CRGના ઓડિટમાં જણાવ્યા અનુસાર છોકરા અને છોકરી માટે એક વર્ષમાં અલગ શૌચાલયના નિર્માણનો લક્ષ્યાંક પૂરો કરવા માનવ સંસાધન મંત્રાલયે ૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ના  રોજ 'સ્વચ્છ વિદ્યાલય અભિયાન'  (SVA) લોન્ચ કર્યું હતું અને જે તે  મંત્રાલયના નિયંત્રણ હેઠળની સરકારી  કંપનીઓનો પ્રોજેકટમાં સહયોગ  માંગ્યો હતો. કેન્દ્ર સરકારના નિયંત્રણ  હેઠળની ૫૩ કંપનીએ પ્રોજેકટમાં , ભાગ લીધો હતો અનેમાનવ સંસાધન  મંત્રાલલના જણાવ્યા અનુસાર  ૧,૪૦,૯૯૭ શૌચાલય બનાવ્યા  હતા.

CRGના જણાવ્યા અનુસાર  વીજ મંત્રાલય, કોલસા મંત્રાલય તેમજ  પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે  કુલ ઈં ૨,૧૬૨.૬૦ કરોડના ખર્ચે કુલ  ૧,૩૦,૭૦૩ શૌચાલય બનાવ્યા  હતા. ઓડિટમાં NIPC, PGCIL,   NHPC, PFC, REC, ONGC અને કોલ ઇન્ડિયાએ ૧૫ રાજ્યની ૨,૦૪૮ શાળામાં બનાવેલા ૨,૬૯૫ શૌચાલયનો ફિઝિકલ સેમ્પલ સરવે હાથ ધર્યો હતો. CRGના જણાવ્યા અનુસાર ર,૬૯૫ શૌચાલયના સેમ્પલમાંથી સરકારી કંપનીઓએ ૮૩ શૌચાલય બનાવ્યા જ ન હતા. બાકીના ૨૬૧રમાંથી રર શૌચાલય જે તે શાળામાં મળ્યા જ નહીં. જયારે ૮૬ શૌચાલયનું માત્ર આશિક બાંધકામ જ થયું હતું. ઓડિટમાં છોકરા-છોકરી સાથે ભણતા હોય એવી ૧,૯૯૭શાળામાંથી ૯૯ શાળામાં એક પણ શૌચાલય વપરાશની સ્થિતિમાં ન હતું. જયારે ૪૩૬ શાળામાં માત્ર એક શૌચાલય ઉપયોગની સ્થિતિમાં હતું.

(11:24 am IST)