Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

ધ્યાન યોગી કર્મ બંધન તોડી પ્રકાશ પ્રાપ્ત કરે છે

શાસ્ત્રોમાં કહ્યું છે કે ધ્યાન કરતા પહેલા કઠોર તપ, જરૂરી છે જેના પ્રારબ્ધનું શમન થતું નથી. તે ધ્યાનથી ઉચ્ચ સ્થિતિએ પહોંચી શકતો નથી. એટલે જ શાસ્ત્રો કહે છેકે હઠ યોગ, તપ યોગ જરૂરી છે કારણ કે હઠ યોગથી શરીર મજબુત બને અને નિર્બળ શરીરથી યોગ સધાતો નથી શરીર સ્વસ્થ્ય અને મજબુત હોવુ જોઇએ એટલા માટે તપ જરૂરી છે જેથી શરીર શુદ્ધ થાય, પ્રાણ શુદ્ધ થાય તથા શરીર અને મન બંને સ્વસ્થ્ય બને ત્યાર પછી ધ્યાન યોગમાં સફળતા મળે છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, કે હે, અર્જુન આ યોગ તો બહુ ખાનારને સિદ્ધ થાય છે.  કે બીલકુલ ન ખાનારને સિદ્ધ થાય છે. બહુ ઉંઘ કરનાર કે સદાય જાગનારને સિદ્ધ થતો નથી, ભોજન અને શયનમાં સંતુલન હોવું જોઇએ તે બંને આપણા જીવનને સંતુલિત કરે છે. આ બંનેનો આપણા જીવન સાથે બહુ ગાઢ સંબંધ છે.

ભોજન તથા શયન બંને સંતુલિત રાખવાથી સ્વસ્થ શરીર અને સ્વચ્છ મનનું નિર્માણ થાય છે  અને એના માટે ધ્યાન યોગ શકય બને છે.

ધ્યાન કરવું તે પોતાના શરિરને તથા મનને એક પ્રયોગશાળા બનાવી દેવા સમાન છે અને આ પ્રયોગશાળામાં સૌથી મહત્વની ભૂમિકા આપણું સ્નાયુતંત્ર નિભાવે છે. અને તે સક્રિય થવાથી આપણા જીવનમાં ચૈતન્ય આવે છે. અને વ્યકિત પ્રાણવાન, પ્રતિભાવાન, તથા ગુણવાન અને તેજસ્વી બને છે.

જયારે તમે ધ્યાન યોગના ગંભીર સાધક બની જાઓ, ત્યારે તમે વિરાટ બનીને જીવો છો તે વખતે તમારે વ્યાપક અનુભવોમાંથી પસાર થવું પડશે એમ શ્રી રામ શર્માજીએ કહ્યું છે.

ધ્યાન યોગનો સાધક દ્રઢ તપસ્વી,હોવો જોઇએ દ્રઢ સંકલ્પ વાળો અને દ્રઢ મનોબળવાળો નિર્ભિક તેમજ સાહસિક પણ હોવો જોઇએ.

ધ્યાન યોગી પોતાના ચિત્રના પડને તોડી કર્મ સંસ્કારોના બંધનોને તોડીને પ્રકાશ પ્રાપ્ત કરેછે. એટલે કે યોગમાં સ્થિત થઇ જાય છે. ઇશ્વર પરાયણ થઇ જાય છે અને ભકત તથા ભગવાન વચ્ચે જે અંતર છે તે વિશુદ્ધિને લીધે છે.

જે સાધક પોતાને શુદ્ધ કરતા કરતા તેમના તરફ આગળ વધે છે. તે છેવટે તેમને પ્રાપ્ત કરી જ લે છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:41 am IST)
  • ઉત્તર પ્રદેશની યોગી સરકારનું ક્રાંતિકારી પગલું : મહિલાઓ ઉપર બળાત્કાર કરનારના ફોટા શહેરોના મુખ્ય રસ્તાઓ ઉપર મુકાશે : તેઓને મદદ કરનારના પણ નામ જાહેર કરાશે : મહિલા પોલીસ અધિકારી લુખ્ખાઓને સબક શીખવી દેશે access_time 1:52 pm IST

  • આજથી 3 દિવસ માટે પંજાબ બંધ : કૃષિ બિલના વિરોધમાં 24 થી 26 સપ્ટેમ્બર દરમિયાન બંધનું એલાન : રેલ રોકો આંદોલનને કારણે અનેક રૂટની ટ્રેનો બંધ રહેશે : અમુક ટ્રેનોના સમય બદલાશે : વાહન વ્યવહાર ઉપર અસર થશે : આંદોલનકારીઓ પ્રત્યે નરમ વલણ અપનાવવા પોલીસ ડિપાર્ટમેન્ટને રાજ્ય સરકારની સૂચના : શાંતિપૂર્ણ આંદોલન કરવા અનુરોધ access_time 11:53 am IST

  • મુંબઈમાં બેફામ વરસાદ વરસ્યા પછી મોડી રાત્રે વરસાદ હવે લગભગ જગ્યાએ રહી ગયો છે. છુટાછવાયા ઝાપટા પડી જાય છે. સવાર સુધી ઝાપટા પડવાનું ચાલુ રહેશે. સવારથી એ પણ ઓછું થઈ જશે. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર પણ વાદળા તદ્દન ઓછા થઈ ગયેલા નજરે પડે છે. કાલથી વાતાવરણ ચોખ્ખું થવા લાગશે. access_time 12:21 am IST