Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

દિલ્હી હિંસાની ચાર્જશીટમાં સલમાન ખુર્શીદ અને બ્રિન્દા કરાતના નામઃ ઉશ્કેરણીજનક ભાષણનો આરોપ

સાક્ષીએ કહ્યું આ લોકોએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યાઃ ૨૪ ફેબ્રુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધી હિંસા થઈ હતી ૫૩ લોકોના જીવ ગયા હતાઃ જેમાં ૨૦૦ લોકો ઘાયલ થયા હતા

નવી દિલ્હી, તા.૨૪: નોર્થ- ઈસ્ટ દિલ્હીના અનેક વિસ્તારોમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં રમખાણો થયા હતા. જે અંતર્ગત આ કેસમાં પોલીસે નવી ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ, માકપા નેતા બ્રિન્દા કરાત અને ઉદિત રાજના નામ શામિલ છે.

સલમાન ખુર્શીદ, બ્રિન્દા કરાત અને ઉદિત રાજ પર નાગરિકતા સંશોધન કાયદા(સીએએ)નો વિરોધ થઈ રહેલા પ્રદર્શનોમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે. પોલીસે આ હિંસા સંબંધિત મામલામાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સેલર ઈશરત જહાં અને સુરક્ષા પ્રાપ્ત એક સાક્ષીના હવાલો આપતા આ નેતાઓએ પોતાના નિવેદનમાં લોકોને ઉશ્કેર્યા હતા. નોર્થ- ઈસ્ટ દિલ્હીમાં આ વર્ષે ૨૪ ફેબ્રુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધી હિંસા થઈ હતી. જેમાં ૫૩ લોકોના જીવ ગયા હતા. જેમાં ૨૦૦ લોકો ઘાયલ થયા હતા.

ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે સુરક્ષા પ્રાપ્ત સાક્ષીના નિવેદનમાં કહેવામાં આવેલ અનેક જાણીતા લોકોમાં  પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ, વૃંદા કરાત અને ઉદિત રાજ પ્રદર્શન સ્થળે આવ્યા હતા. તેમણે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતુ. સાક્ષીઓએ કહ્યું કે  સલમાન ખુર્શીદ, બ્રિન્દા કરાત, ઉમર ખાલિદ અને ઉદિત રાજે સીએએ, એનપીઆર અને એનઆરસીની વિરુદ્ઘ ભાષણ આપવા પ્રદર્શન સ્થળે આવ્યા હતા.

ખુર્શીદ, ફિલ્મકાર રાહુલ રોય અને ભીમ આર્મીના સભ્ય હિમાંશું જેવા લોકોએ આમને જામિયા સમન્વય સમિતિના નિર્દેશથી બોલાવ્યા હતા. અને તેમણે પ્રદર્શન પર બેઠેલા તમામ લોકોને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતુ.

(9:40 am IST)