Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ઇપીએફ પર 8.65 ટકા વ્યાજદરને કેન્દ્ર સરકારની મંજૂરી : 6 કરોડથી વધુ સક્રિય શેરહોલ્ડર્સને ફાયદો

આખરે સાત મહિના બાદ વ્યાજદરમાં 0.10 ટકાનો વધારો કરવા નાણામંત્રાલએ અધિસૂચિત કર્યું ફોટો ipf

નવી દિલ્હી ; કર્મચારી ભવિષ્ચ નિધિ સંગઠનએ આ વર્ષે ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ 2018-19 માટે ઇપીએફ પર 8.65 ટકા વ્યાજદર આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ નાણા મંત્રાલયથી મંજૂરી ન મળવાને કારણે આજ સુધી તેને સબસ્ક્રાઇબર્સના ખાતાઓમાં ક્રેડિટ કરાઇ શકાયા નહોતા. જોકે, ઇપીએફઓએ કહ્યું હતું કે નાણા મંત્રાલયથી ઔપચારિક મંજૂરી જોવાઇ રહી છે, કેમકે આ પ્રકારના વિલંબને કારણે ડિપોજિટ પર મળનારા રિટર્ન પર પ્રતિકૂળ અસર પડે છે.

વ્યાજદરમાં 0.10 ટકાનો વધારો કરાયો છે. કેમકે નાણાકીય વર્ષ 2017-18માં તેના પર વ્યાજદર 8.55 ટકા હતો. નાણાકીય વર્ષ 2016-17માં પણ ઇપીએફ પર વ્યાજદર 8.55 ટકા જ હતો. કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે  કહ્યું કે આ મહીનાની શરૂઆતમાં જ એમણે સીબીટીના નિર્ણયને પૂર્ણ કરવા પ્રત્યે આશ્વસ્ત કર્યા હતા. અને તેમના મંત્રાયલે હવે તેને અધિસૂચિત કર્યું છે.

(12:12 am IST)