Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

એનસીપી પ્રમુખ શરદ પવાર અને અજીત પવાર સહિત 70 લોકો સામે ઇડીએ નોંધી ફરિયાદ : 25 હજાર કરોડના કૌભાંડનો આરોપ

મહારાષ્ટ્ર સ્ટેટ કોર્પોરેશન બેંક સાથે સંકળાયેલા 70 લોકો સહીત કૌભાંડમાં કોર્પોરેટ બેંકોના ઘણા સંચાલકો પણ સામેલ

નવી દિલ્હી : ઇડીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર, તેના ભત્રીજા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહારાષ્ટ્ર સ્ટેટ કોર્પોરેશન બેંક સાથે સંકળાયેલા 70 લોકોનું FIRમાં નામ નોંધાયું છે. આ 25 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ છે. શરૂઆતમાં, મુંબઈ પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી હતી.

 

આ કૌભાંડમાં, 2007 થી 2011 ની વચ્ચે, આરોપીઓની મિલીભગતને કારણે બેંકને કરોડો રૂપિયાની ખોટ થઈ હોવાનો આરોપ છે. આરોપીઓમાં 34 જિલ્લાના વિવિધ બેંક અધિકારીઓ શામેલ છે. આ નુકસાન સુગર મિલો અને સ્પિનિંગ મિલોને ધિરાણ આપવા અને રીકવરીમાં કરવામાં આવેલ ગેરરીતિઓને કારણે થઈ હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) મુજબ, મુંબઈ હાઈકોર્ટે અગાઉ આ મામલામાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ મુંબઇ પોલીસે સૌ પ્રથમ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ ઇડીએ આ કેસ નોંધ્યો છે. ઇડી અનુસાર, આ કૌભાંડમાં કોર્પોરેટ બેંકોના ઘણા સંચાલકો પણ સામેલ હતા.

(11:39 pm IST)